Home> Gujarat
Advertisement
Prev
Next

સરકાર માલધારીઓ પર ખફા! જો રખડતું ઢોર પકડાશે તો એવો કેસ કરશે કે જામીનના પણ ફાંફા પડી જશે

શહેરમાં રખડતાં ઢોરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા પાલિકા અને પોલીસે મોટો નિર્ણય કર્યો છે. જેમાં રખડતાં ઢોર ત્રીજીવાર પકડાશે અને ઢોરના કારણે કોઈનો અકસ્માત કે મૃત્યુ થશે તો પશુપાલકોને પાસા કરવાનો નિર્ણય મેયરે કર્યો છે. સાથે જ વડોદરાને 15 દિવસમાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની બાહેધરી પણ મેયરે આપી.

સરકાર માલધારીઓ પર ખફા! જો રખડતું ઢોર પકડાશે તો એવો કેસ કરશે કે જામીનના પણ ફાંફા પડી જશે

રવિ અગ્રવાલ/ વડોદરા : શહેરમાં રખડતાં ઢોરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા પાલિકા અને પોલીસે મોટો નિર્ણય કર્યો છે. જેમાં રખડતાં ઢોર ત્રીજીવાર પકડાશે અને ઢોરના કારણે કોઈનો અકસ્માત કે મૃત્યુ થશે તો પશુપાલકોને પાસા કરવાનો નિર્ણય મેયરે કર્યો છે. સાથે જ વડોદરાને 15 દિવસમાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની બાહેધરી પણ મેયરે આપી.

fallbacks

ખુદને ખુદા સમજી બેઠેલા અધિકારીઓને એવા ખુણે ફેંકી દેવાશે કે જીવનભર અજવાળુ નહી જોઇ શકે: CM

વડોદરાના સર્કિટ હાઉસમાં મેયર, સાંસદ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેકટર, પાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે રખડતાં ઢોરોના મુદ્દે બેઠક થઈ હતી. બેઠકમાં ઢોરોને રખડતા મૂકનારા પશુપાલકો સામે પાસાની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો. વડોદરામાં 2 હજાર પરિવાર પશુપાલક છે, જેમના 20 હજાર ગાય ભેંસ છે. રખડતાં ઢોરનો મુદ્દો મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સુધી પણ પહોચાડવામાં આવ્યો છે. પાલિકા શહેરમાં પ્રથમવાર ગાય કે ઢોર પકડાયા તો 6200 રૂ. નો દંડ કરે છે, બીજીવાર ઢોર પકડાય તો 11000 રૂનો દંડ લેવાય છે, પણ હવે ત્રીજી વખત ઢોર પકડાશે તો પશુપાલકને પાસા કરવાનો નિર્ણય પોલીસે કર્યો છે. સાથે જ ઢોરના કારણે કોઈ વ્યક્તિનો અકસ્માત થશે કે મૃત્યુ પામશે તો પણ ઢોર માલિકને પાસા કરાશે. 

જુના ગીતોના શોખીન ઘરફોડ ચોરે 5000 ગીતો ભરેલો રેડીયો ચોરવા આખુ શહેર રમણ ભમણ કર્યું

પાલિકાના અને શહેર ભાજપના હોદ્દેદારો આવતીકાલે પશુપાલકો સાથે બેઠક પણ કરશે, જેમાં તેમની રજૂઆતો સાંભળવામાં આવશે. પાલિકાએ 4 જગ્યાઓ પર ઢોરોને રાખવા માટે જગ્યા નક્કી કરી છે, જે કલેકટર વિભાગ હસ્તક આવે છે. મેયર કેયુર રોકડીયાએ પશુપાલકોને 30 દિવસમાં ઢોરોને RFID ટેગિંગ કરાવી લેવા આદેશ કર્યો છે, જો પશુપાલક ઢોરને ટેગિંગ નહિ કરાવે તો ઢોરને નહિ છોડવાનો પણ નિર્ણય કર્યો છે. સાથે જ પાંજરાપોળને હવે કોર્પોરેશન 1500ના બદલે 3000 રૂ આપશે. આવતીકાલથી વડોદરા પાલિકા ઢોર પકડવાનું સઘન ઝુંબેશ હાથ ધરશે, જેમાં પોલીસ અને પાલિકાની સયુંકત 5 ટીમો દિવસ રાત ઢોર પકડવાની કામગીરી કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More