મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના ધોળકામાં મામલતદાર હાર્દિક ડામોર 25 લાખ રૂપિયાની લાંચ (corruption) લેતા ઝડપાયા છે. આ હાર્દિક ડામોર નામના મામલતદારે ખેડૂત બતાવવા માટે 25 લાખ રૂપિયાની લાંચ (corruption) માંગી હતી. ત્યારે ACBએ વચેટિયા પાસેથી 5 લાખ રૂપિયા કબજે કરીને મામલતદારની ધરપકડ કરી છે.
મામલતદારના પિતા અને ભાઈ સરકારમાં ઊંચી પોસ્ટ પર
ગુજરાતમાં લાંચ રુશ્વત વિરોધ બ્યૂરો એક પછી એક સરકારી બાબુઓને લાંચ લેતા ઝડપી રહી છે. ત્યારે વધુ એક સરકારી બાબુ 25 લાખની લાંચ લેવાના કેસમાં સંડોવાયેલા પકડાયા. તાજેતરમાં આણંદના એક ASIને 50 લાખની રૂપિયાની લાંચ લેતા ACBના પકડાયા હતા. ત્યારે ફરી એક મોટી કાર્યવાહી ACB એ કરી મામલતદાર હાર્દિક ડામોરને રૂપિયા 25 લાખના લાંચ કેસમાં પકડી લેવામાં આવ્યો છે. ACBએ તપાસ કરતા સામે આવ્યું છે કે, લાંચ લેતા પકડાયેલા મામલતદાર હાર્દિક ડામોરના પિતા પૂર્વ SP રહી ચૂક્યા છે. તેમજ તેમણે ACBમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, તેમના ભાઈ તામિલનાડુમાં IGP કક્ષાના અધિકારી છે.
ખેડૂત બતાવવા 75 લાખની લાંચ માંગી હતી
ઉલ્લેખનીય છે કે ધોળકાના મામલતદાર હાર્દિક ડામોરની ઓફિસમાંથી ACB એ રૂપિયા 20 લાખ કબજે કર્યા છે. સાથો સાથ આ કેસમાં વચેટીયા પાસેથી પણ 5 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. ફરિયાદી તરફથી ACB ને ફરિયાદ મળી હતી કે, ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર અને અન્ય આરોપી જગદીશ પરમાર દ્વારા ફરિયાદી પાસેથી રૂપિયા 75 લાખની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીની ધોલેરા હાઈવે પાસે રૂપગઢમાં જમીન છે અને જમીન સંપાદન થવાની હતી. પરંતુ ફરિયાદીના દાદા અને પિતા ખેડૂત હતા. પરંતુ કોઈ કારણોસર તેમનું નામ ખેડૂતમાંથી નીકળી ગયું હોવાથી તેમણે ખેડૂત બનવા અરજી કરી હતી. જોકે આ કામ કરવા માટે ફરિયાદી પાસે 20 લાખ રૂપિયા હાર્દિક ડામોરની ઓફિસમાં આપવામાં આવ્યાં અને વચેટીયા જગદીશ પરમારને આપ્યા પણ 5 લાખ આપ્યા હતા. મહત્વનું છે કે પકડાયેલ આરોપી જગદીશ પરમાર બે વખત નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યો છે. આ કેસમાં તમામ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.
આ પણ વાંચો : નોર્વેથી આવેલું ક્રુઝ આજથી સાબરમતી નદીમાં આંટાફેરા મારશે, Photos
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે