ઉદય રંજન/અમદાવાદ :કહેવાય છે કે પ્રેમને કોઈ જ ઉંમર નથી હોતી, ત્યારે આ વાત ને જ સાર્થક કરતી એક ઘટના અમદાવાદ (ahmedabad) ના નિકોલ વિસ્તારમાં સામે આવી છે. આધેડ મહિલા સાથે પહેલી જ નજરમાં યુવાનને પ્રેમ થઈ જતા યુવાનને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. 29 વર્ષીય યુવાન 51 વર્ષીય મહિલાના પ્રેમમાં પડ્યો હતો. પહેલી નજરે યુવાનને મહિલા સાથે પ્રેમ થઈ ગયા બાદ શું થયું તે જુઓ આ અહેવાલમાં....
અમદાવાદના નિકોલ વિસ્તારમાં યોગેશ પટેલ નામનો યુવક રહે છે. યોગેશને 51 વર્ષીય મહિલા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો. તેથી તેણે આ આધેડ ઉંમરની મહિલાને પ્રપોઝ કરવાનું વિચાર્યું હતું. બન્યું એમ હતું કે, સોમવારના રોજ 51 વર્ષીય મહિલા નિકોલ-નરોડા બસ્ટેન્ડ પર ઉભા હતા, ત્યારે જ તે યોગેશ પટેલ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. આ મહિલાને યોગેશે પહેલીવાર જોઈ હતી, અને મહિલાને જોઈ જતા તેની સાથે પહેલી નજરનો પ્રેમ થઇ ગયો હતો. 51 વર્ષીય મહિલા પાસે જઈને પહેલા પ્રેમનો ઈકરાર કર્યો હતો, અને બાદમાં મહિલા પાસેથી બિભત્સ માંગણીઓ કરી હતી.
આ મામલે મહિલા બરાબરની ગુસ્સે થઈ હતી. 51 વર્ષીય મહિલાએ પરિવારને જાણ કરી અને પરિવારે પોલીસનો દરવાજો ખખડાવ્યો હતો. ફરિયાદ દાખલ થતા જ આરોપી યોગેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી યોગેશ પોતાના પરિવાર સાથે નિકોલમાં જ રહે છે અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે જોડાયેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે