ઉદય રંજન/અમદાવાદ :લોકડાઉન વચ્ચે અમદાવાદ (Ahmedabad) માં અજીબ ઘટના બની હતી. કેવી રીતે એક અબોલ જીવનો ભોગ લેવાયો હતો તે જાણીને તમે લોહી ઉકાળી ઉઠશે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગીતા પાર્ટમેન્ટની આ ઘટના છે. જેમાં કાર ઉપર બેસતા કુતરાનો કરુણ અંજામ આવ્યો હતો. એક શખ્સે કૂતરાને એરગનથી મોતને ઘાટ ઉતાર્યો હોત. રાણીપ પોલીસે આરોપીની આ મામલે ધરપડક કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના રાણીપ વિસ્તારમાં અજીબોગરીબ ઘટના બની હતી. 30 વર્ષીય એક શખ્સે એરગનથી શ્વાનને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ વિસ્તારમાં રખડતો શ્વાન શખ્સની કાર પર વારંવાર બેસતો હતો. તેથી આ શખ્સે એરગની મદદથી શ્વાનની હત્યા કરી હતી. રાણીપ પોલીસ સ્ટેશન માં રાણીપમાં આવેલા ગીતા એપાર્ટમેન્ટમાં રહેતા આ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. રાણીપ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. લોકડાઉનમાં એક તરફ ક્રાઇમ રેટ ઘટ્યો છે, તો બીજી તરફ લોકો આવી વિચિત્ર હરકતો પર ઉતરી આવ્યા છે. અબોલા શ્વાનની હત્યા કરાતા સ્થાનિકોમાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે