Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક, ડિલેવરી મેન પાસેથી 6 લાખના સોનાની લૂંટ ચલાવી

ડિલેવરી મેનને ઠગીને 6 લાખ રૂપિયા લઈને આ ગેંગ ફરાર થઈ જાય છે. 

 અમદાવાદમાં નકલી પોલીસનો આતંક, ડિલેવરી મેન પાસેથી 6 લાખના સોનાની લૂંટ ચલાવી

મૌલિક ધામેચા/અમદાવાદઃ શહેરમાં ગુનાઓના કિસ્સા દિવસેને દિવસે વધતા જાય છે. લૂંટ અને હત્યાના બનાવો સામાન્ય થઈ ગયા છે. ત્યારે ફરીથી શહેરમાં નકલી પોલીસની ગેંગ સક્રિય થઈ છે. આ વખતે એક ડિલેવરી મેન તેનો શિકાર બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં નકલી પોલીસે 15મી ઓગસ્ટનું ચેકિંગ ચાલી રહ્યું છે તેમ કહીને ડિલેવરી મેન પાસેથી છ લાખનું સોનુ પડાવી લીધું છે. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

fallbacks

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક ડિલેવરી મેન થેલા સાથે જઈ રહ્યો હતો. ત્યારે એક ભાઇ તેની પાસે આવે છે અને સામેની બાજુ કંઇક ચેકિંગ ચાલતું હોવાનો ઈશારો કરે છે અને પોતે પોલીસ હોવાની જાણકારી આપે છે. કહે છે કે 15મી ઓગસ્ટને લઈને ચેકિંગ ચાલી રહ્યું છે. આમ ડિલેવરી મેનને ઠગીને 6 લાખ રૂપિયા લઈને આ ગેંગ ફરાર થઈ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More