Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : મહિલા કર્મચારીને કારણે નોકરી જતા યુવકે મનદુખમાં એવો ગુના આચર્યો કે...

અમદાવાદ શહેરમાં અને તેમાંય ખાસ કરીને નોકરીના સ્થળ પર યુવતીઓ મહિલાઓ સલામત નથી તેનો પુરાવો આપતો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે કામ કરતી મહિલાના બીભત્સ ફોટા ફેસબુક પર અપલોડ કરનાર દિપક નામના શખ્શની ઘોડાસર ખાતેથી ધરપકડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને કરી લીધી છે.

અમદાવાદ : મહિલા કર્મચારીને કારણે નોકરી જતા યુવકે મનદુખમાં એવો ગુના આચર્યો કે...

અમદાવાદ :અમદાવાદ શહેરમાં અને તેમાંય ખાસ કરીને નોકરીના સ્થળ પર યુવતીઓ મહિલાઓ સલામત નથી તેનો પુરાવો આપતો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે કામ કરતી મહિલાના બીભત્સ ફોટા ફેસબુક પર અપલોડ કરનાર દિપક નામના શખ્શની ઘોડાસર ખાતેથી ધરપકડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને કરી લીધી છે.

fallbacks

બેનકાબ થઈ ઢબુડી માતા, અસલી ચહેરો આવ્યો લોકોની સામે, જુઓ ઓઢણીના અંદરની માતા કેવી દેખાય છે

આરોપી દીપક અમદાવાદની ફાર્મા કંપનીમાં ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો. દીપક એ જ કંપનીમાં કામ કરતી મહિલા મેનેજરના એકતરફી પ્રેમમાં પાગલ હતો. અગાઉ દીપકે મહિલા મેનેજરને ઈન્સ્ટાગ્રામ પર રિકવેસ્ટ પણ મોકલી હતી. જે મામલે મહિલા દ્વારા કંપનીમાં રજૂઆત કરાતા આરોપી દિપકને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેના બાદ આરોપી દિપક ભરવાડ દ્વારા ફેસબૂક પર એક ફેક એકાઉન્ટ બનાવામાં આવ્યું હતું અને તે ફેક એકાઉન્ટમાં મહિલા મેનેજરના બિભત્સ ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા. દીપક દ્વારા બીભત્સ ફોટાની સાથે બિભત્સ કોમેન્ટ પણ લખવામાં આવી હતી. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઈ-બસને અમદાવાદની જનતા માટે ખુલ્લી મૂકશે 

આ તમામ બાબતની જાણ મહિલાને થતાં જ મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અનુસંધાને સાયબર ક્રાઇમે આઈપી લોગના આધારે આરોપી દીપકની ધરપકડ કરી લીધી છે તેવું સાયબર ક્રાઈમના એસીપી જે.એમ. યાદવે જણાવ્યું. આરોપી યુવકે પોલીસને આ કરવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, નોકરીમાંથી તેને કાઢી મૂકતા તેને મનદુખ થયું હતું, જેથી તેણે આ ગુનો આચર્યો હતો.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More