Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત MLA સંગીતા પાટીલે અર્જુન મોઢવાડિયા પર કર્યો 5 કરોડના માનહાનિનો દાવો

 કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે 5 કરોડનો દાવો કર્યો છે. આ મામલે અર્જુન મોઢવાડિયાને 25 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે. સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી. તેમાં તેમણે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે તપાસમાં પાટીલે ગેરરીતિ ન આચરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સંગીતા પાટીલે ટ્વિટર પર ટ્વીટ કર્યુ હતું. જેને લઈને 2 જૂને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યુ હતું કે, ‘FAKE IS USP OF BJP...’ જેના કારણે અર્જુન મોઢવાડિયાની મુશ્કેલી વધી શકે છે.

સુરત MLA સંગીતા પાટીલે અર્જુન મોઢવાડિયા પર કર્યો 5 કરોડના માનહાનિનો દાવો

તેજસ મોદી/સુરત : કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે 5 કરોડનો દાવો કર્યો છે. આ મામલે અર્જુન મોઢવાડિયાને 25 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે. સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી. તેમાં તેમણે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે તપાસમાં પાટીલે ગેરરીતિ ન આચરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સંગીતા પાટીલે ટ્વિટર પર ટ્વીટ કર્યુ હતું. જેને લઈને 2 જૂને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યુ હતું કે, ‘FAKE IS USP OF BJP...’ જેના કારણે અર્જુન મોઢવાડિયાની મુશ્કેલી વધી શકે છે.
 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More