Home> Gujarat
Advertisement
Prev
Next

બ્રેકિંગ : જયંતી ભાનુશાળી કેસની મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી તેના સાગરિત સાથે પકડાઈ

ભૂજ પાસે સયાજી એક્સપ્રેસમાં રાજકીય અગ્રણી જયંતી ભાનુશાળીની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે ગુજરાત રેલવે પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર એવા બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની રેલવે પોલીસે ઉત્તરપ્રદેશના અલ્હાબાદના એક આશ્રમમાંથી ધરપકડ કરી છે. રેલવે પોલીસ બંનેને આવતી કાલે ગુજરાત લાવશે.

બ્રેકિંગ : જયંતી ભાનુશાળી કેસની મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી તેના સાગરિત સાથે પકડાઈ

ઉદય રંજન/અમદાવાદ :ભૂજ પાસે સયાજી એક્સપ્રેસમાં રાજકીય અગ્રણી જયંતી ભાનુશાળી (Jayanti Bhanushali) ની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે ગુજરાત રેલવે પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર એવા બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગોસ્વામી (Manisha Goswami) અને સુરજીત ભાઉની રેલવે પોલીસે (Railway Police) ઉત્તરપ્રદેશના અલ્હાબાદના એક આશ્રમમાંથી ધરપકડ કરી છે. રેલવે પોલીસ બંનેને આવતી કાલે ગુજરાત લાવશે.

fallbacks

Maha Cycloneના લેટેસ્ટ અપડેટ : જાણો ગુજરાતથી હાલ કેટલું દૂર છે?

જયંતિ ભાનુશાલીની હત્યાના કેસમાં તેના ભત્રીજા દ્વારા પાંચ લોકો પર રેલવેમાં ફરિયાદ નોધવામાં આવી હતી. જેમાં વાપીની મહિલા મનીષા ગોસ્વામી, ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, સુરજીત ભાઉ અને તેના સાગરિતો, જયંતી ઠક્કર ઉર્ફે ડુમરા, પત્રકાર ઉમેશ પરમાર સામે ફરિયાદ કરવામાં આવી હતી. છબીલ પટેલ સહિતના તમામ આરોપીઓ પકડાઈ ગયા હતા, પરંતુ જયંતી ભાનુશાળીની હત્યા બાદ મનીષા ગોસ્વામી અને સુરતજીત ભાઉ ભૂગર્ભમાં જતા રહ્યાં હતા. પોલીસ લાંબા સમયથી બંનેને શોધી રહી હતી. છબીલ પટેલ સાથે મળીને મનીષાએ જયંતી ભાનુશાળીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે મહારાષ્ટ્રથી ખાસ શાર્પ શૂટર્સ મંગાવવામાં આવ્યા હતા, જેઓ હત્યા પહેલા છબીલ પટેલના ફાર્મમાં જ રોકાયા હતા. હત્યા બાદ છબીલ પટેલ વિદેશ ફરાર થયો હતો. અમેરિકાથી પરત ફરતા જ છબીલ પટેલની ધરપકડ કરી લેવાઈ હતી.

એક સમયના મિત્રો બની ગયા રાજકીય દુશ્મનો, 2017માં કોંગ્રેસની હારનું ઠીકરું હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર ફોડ્યું

કોણ છે આ મનીષા ગોસ્વામી?
જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ સૌથી પહેલા મનીષા ગોસ્વામી પર આંગળી ચિંધાઈ હતી. કારણ કે મનીષાએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ પણ કરી હતી. જો કે મામલો ઘણો ચગ્યા બાદ અંતે સમાધાન થયું હતું અને ફરિયાદ પાછી ખેંચવામાં આવી હતી. જો કે હવે જયંતિ ભાનુશાળીની હત્યા થતાં સૌથી પહેલા મનીષા સામે શંકા ઉપજી રહી છે. અત્યંત વિવાદાસ્પદ ઈતિહાસ ધરાવતી મનીષા ગોસ્વામી મૂળ વાપીની વતની છે. આમ તો તે પરીણિત છે અને બે સંતાનોની માતા છે.  

અમદાવાદ : જાહેરમાં મહિલાને મારનાર BJP ધારાસભ્ય બલરામ થવાણી પર કરાયો પથ્થરથી હુમલો

જયંતિ ભાનુશાળી સાથે શું હતાં સંબંધો?
મનીષા અને જયંતિ ભાનુશાળી  વચ્ચેના સંબંધોની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા જયંતિ ભાનુશાળીના પુત્રનું અકસ્માતમાં નિધન થયું હતું. તે સમયે જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી એકબીજાની નજીક આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો સમય જતાં બન્ને વચ્ચે પ્રેમ થયો અને શારીરિક સંબંધ પણ બંધાયા. આ જ સમયગાળા દરમિયાન જયંતિ ભાનુશાળી કચ્છના અબડાસા બેઠક પરથી ધારાસભ્ય બન્યાં. ધારાસભ્ય બનતા જયંતી ભાનુશાળીએ મનીષા ગોસ્વામીનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યુ. મનીષા ગોસ્વામીએ પ્લાનિંગ મુજબ ઘણાં વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને આ સંબંધોની સીડી બનાવી બન્નેએ ઘણાં લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા. તેમજ રાજકીય હેતુ સિદ્ધ કર્યા. પણ સમય જતાં જયંતિ ભાનુશાળી અને મનિષા ગોસ્વામી વચ્ચે નાના મોટા ઝઘડા થવા લાગ્યા. એક તરફ જયંતિ ભાનુશાળી ધારાસભ્ય ન રહેતા તેમનો પ્રભાવ ઓછો થયો, અને બીજી તરફ મનિષા ગોસ્વામી સાથે તેમનો ઝઘડો ઉગ્ર બન્યો.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More