જય પટેલ/વલસાડ :દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ મુંબઈમાં પણ ભારે વરસાદ છે. આવામાં મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન પર ટ્રેક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં રેલ વ્યવહાર પર અસર જોવા મળી છે. પાલઘર સ્ટેશન નજીક વરસાદી પાણી ટ્રેક પર ફરી વળતાં ટ્રેનો પણ રદ કરાઈ છે.
ટ્રેનો રદ અને મોટા ભાગની ટ્રેનો મોડી પડતાં વલસાડ જિલ્લાના સ્ટેશનો પર મુસાફરો અટવાયા છે. વલસાડ જિલ્લાના તમામ સ્ટેશનો પર રેલવે દ્વારા પાલઘરમાં પાણી ભરાતા ટ્રેનો મોડી પડશે તે પ્રકારનું એનાઉન્શ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે હજારો મુસાફરો સ્ટેશન પર જ અટવાયા છે.
કઈ કઈ ટ્રેન મોડી પડી
કઈ કઈ ટ્રેન કેન્સલ થઈ
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે