Home> Gujarat
Advertisement
Prev
Next

મારવાડી યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટ: 8 વિદ્યાર્થી થયા સંક્રમિત, આફ્રિકન વિદ્યાર્થીનું મોત

રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્ર ( Saurashtra) માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટ (Rajkot) માં 24 કલાકમાં 6 દર્દીઓના મોત થતા હાહાકાર મચી ગયો છે. જ્યારે આફ્રિકન વિદ્યાર્થીનું કોરોનાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

મારવાડી યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટ: 8 વિદ્યાર્થી થયા સંક્રમિત, આફ્રિકન વિદ્યાર્થીનું મોત

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્ર ( Saurashtra) માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટ (Rajkot) માં 24 કલાકમાં 6 દર્દીઓના મોત થતા હાહાકાર મચી ગયો છે. જ્યારે આફ્રિકન વિદ્યાર્થીનું કોરોનાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

fallbacks

રાજ્યભર (Gujarat) માં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 130 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ સિવિલ (Rajkot Civil) હોસ્પિટલની અંદર આવેલ કોવિડ (Covid 19) સેન્ટરમાં આજે 6 દર્દીઓના મોત નિપજ્યા હતા. કોરોનાના કેસમાં વધારો થતાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે કોરોનાના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં બેઠક બોલાવી હતી અને તમામ પદાધિકારીઓને કોરોના ટેસ્ટ અને રસિકરણને લઈને લોકોને સમજાવવાના પ્રયાસ કરવા અપીલ કરી હતી. 

સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ : 24 કલાકમાં 226 કેસ, 6 મોત, સરકારે આપ્યો આ આદેશ

મારવાડી યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટ
રાજકોટની મારવાડી યુનિવર્સિટી (Marwadi University) માં કોરોનાનો બ્લાસ્ટ (Corona Blast) થયો છે. એકસાથે 8 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. એ દરમિયાન કોરોના ગ્રસ્ત આફ્રિકન વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થતા વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. 

Cyber Expert ની ચેતવણી: રસી લીધા બાદ આ કામ કર્યું તો થઇ શકે છે મોટું આર્થિક નુકસાન

આરોગ્ય અધિકારી ડો. લલીત વાઝાએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસમાં સતત વધારો આવી રહ્યો છે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. જે મોત થયા છે તેનો નિર્ણય ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. જેમાં કોરોના થી મોત થયા છે કે પછી કો-મોર્બીડિટી થી મોત થયા છે તેનો નિર્ણય કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More