Home> Gujarat
Advertisement
Prev
Next

હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશ અને પોલીસની ઉંદર બિલાડીની રમતનો અંત: ધરપકડ નહી

આ નેતાઓના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે

હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશ અને પોલીસની ઉંદર બિલાડીની રમતનો અંત: ધરપકડ નહી

ગાંધીનગર : આજે રાજકીય નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર તેમજ જિજ્ઞેશ મેવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સંજોગોમાં નેતાઓ આજે ગાંધીનગરની એસપી કચેરીએ સામેથી સરન્ડર કરવાના છે અને એ પહેલાં ત્રણેય નેતાઓ કોબા સર્કલ પાસે એકઠા થશે. આ નેતાઓમાં બે ધારાસભ્યો અને એક લોકપ્રિય નેતા હોવાના કારણે પોલીસ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવાની તૈયારીમાં લાગી ગયા છે. આ નેતાઓના મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે અને વાતાવરણમાં ભારે ઉત્તેજનાનો માહોલ છે. 

fallbacks

આજે હાર્દિક પટેલે ગુજરાતમાં દારૂબંધીની પરિસ્થિતિ વિશે પણ ચોંકાવનારી ટ્વીટ કરી છે. 

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં જનતા રેઇડનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. તાજેતરમાં અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્યક્તિઓની હાલત લથડી હતી. આ મામલાનો વિરોધ કરવા માટે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ દારૂ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું અને ગાંધીનગરમાં જનતા રેડ પાડી હતી. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ કોન્ગ્રેસના રાધનપુરના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોર, વડગામના અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની ત્રિપુટીએ ગઈ કાલે કથિત દારૂના અડ્ડા પર જનતા રેઇડ પાડી હતી. આ ત્રિપુટીએ બે કોથળી દારૂ પકડતાં ગાંધીનગરમાં રાજકારણ ગરમાયું હતું અને ગાંધીનગર પોલીસ ખુલાસો કરવા મેદાનમાં આવીને જનતા રેઇડને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો હતો.

આ જનતા રેડમાં બે કોથળી જ દારૂ મળતા હવે આખા મામલામાં વળાંક આવ્યો છે. આ મામલામાં જેમના ઘરે રેઇડ પાડવામાં આવી છે એ કથિત કંચન ઝાલાએ ખોટી રેઇડ કરવામાં આવી હોવાનો વળતો આરોપ મૂક્યો્ છે અને પોલીસ ફરિયાદ કરી છે. આ મામલામાં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની સામે ખોટી રેઇડ કરવાની ગાંધીનગરના સેક્ટર 21માં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. 

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More