Home> Gujarat
Advertisement
Prev
Next

મોલીપુરના ત્રણ વર્ષના બાળકની હત્યા મામલે મોટો ખુલાસો, કાકાએ જ કરી કરપીણ હત્યા

ગતરોજ જિલ્લાના વડનગર ખાતે મોલિપુરમાં ત્રણ વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. ત્યારે આ અંગે વિસનગર ડીવાયએસપીની ટીમે આ કેસના માત્ર 24 કલાકમાં જ ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. મહમદ અખલાક નામના બાળકના પિતાના ઘરની સામે રહેતા તેના જ કાકાએ હત્યા કરી હતી.

મોલીપુરના ત્રણ વર્ષના બાળકની હત્યા મામલે મોટો ખુલાસો, કાકાએ જ કરી કરપીણ હત્યા

તેજશ દવે/મહેસાણા: ગતરોજ જિલ્લાના વડનગર ખાતે મોલિપુરમાં ત્રણ વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. ત્યારે આ અંગે વિસનગર ડીવાયએસપીની ટીમે આ કેસના માત્ર 24 કલાકમાં જ ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. મહમદ અખલાક નામના બાળકના પિતાના ઘરની સામે રહેતા તેના જ કાકાએ હત્યા કરી હતી. માસુમની હત્યા સગા કાકાએ જ કરી હોવાનું સામે આવતાં આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. 

fallbacks

મૃતક બાળક કરતા તેના કાકાનો પુત્ર તંદુરસ્ત ન હોવાથી ઇર્ષામાં ભત્રીજાનું અપહરણ કરીને તેની કરપીણ હત્યા કરી દીધી હતી. આરોપી કાકાએ બાળકનું અપહરણ કરીને જમીન પર પટકીને તેની હત્યા કરી દીધી હતી. અને લાશ આખી રાત ઘરમાં રાખી હતી. સવારે પોતાનાજ ઘરની પાછળ લાશ ફેંકી દીધી હતી.

દિલ્હીની NIAની ટીમ રાજકોટ જેલમાં ISISના બે આતંકીની કરશે પૂછપરછ

ઇર્ષામાં આવીને સગા કાકાએ જ તેના ત્રણ વર્ષના ભત્રીજાનું અપહરણ કરીને તેની હત્યા કરતા વિસનગર ડીવાયએસપીની ટીમે શંકાના આધારે કાકાની ધરપકડ કરી અને પૂછપરછ દરમિયાન તમામ ભેદ ઉકેલાયો હતો. પોલીસે માત્ર 24 કલાકમાં જ ત્રણ વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા કરનાર આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ જાણો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More