Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપના ધારાસભ્યોની 15 જૂને બોલાવાઈ બેઠક, કોરોના સમયમાં રાજકીય રીતે મહત્વની બેઠક

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી યોજી શકાઇ નથી. આ બેઠક હવે તા. 15 જૂન 2021 ના રોજ યોજવામાં આવશે

ભાજપના ધારાસભ્યોની 15 જૂને બોલાવાઈ બેઠક, કોરોના સમયમાં રાજકીય રીતે મહત્વની બેઠક

હિતલ પારેખ/ ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી યોજી શકાઇ નથી. આ બેઠક હવે તા. 15 જૂન 2021 ના રોજ યોજવામાં આવશે.

fallbacks

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નાયબ મુખ્યમંત્રી-મંત્રીમંડળના સભ્યશ્રીઓ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ભાજપના તમામ ધારાસભ્યઓ, પ્રદેશ મહામંત્રીઓ તેમજ પાર્લામેન્ટ્રી બોર્ડના હોદ્દેદારો ભાગ લેશે.

આ પણ વાંચો:- ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, કોરકમિટી બેઠક બાદ સરકારની મોટી જાહેરાત

નીતિન પટેલે ઉમેર્યું કે, આ બેઠકમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રજા આરોગ્યલક્ષી કામગીરી તેમજ તાઉ’તે વાવાઝોડા દરમિયાનની રાજ્ય સરકારની શ્રેષ્ઠ કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. એટલુ જ નહીં, આવનારા સમયમાં ગુજરાતમાં વ્યાપક ફલક ઉપર ખૂબ ઝડપથી વેક્સિનેશનની કામગીરી કરવા અંગેની વિસ્તૃત કાર્ય યોજનાની પણ આ બેઠકમાં ચર્ચા- વિચારણા કરાશે એમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો:- ગુજરાતને 28 કલાક ઘમરોળનાર વાવાઝોડા મામલે કેન્દ્ર સમક્ષ રાજ્ય સરકારે કરી આ રજૂઆત

તેમણે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન પણ તા. 15 જૂને યોજાનારી આ બેઠકમાં કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More