હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના 21મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સત્ર સંદર્ભમાં આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે. વિધાનસભા 21 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર બેઠકોની કામગીરી સહલાકાર સમિતિમાં ચર્ચા થશે. કોરોનાના સમયગાળામાં યોજાનારા બેઠક અને વિધાનસભા સત્રમાં સોશિયલ Distance સહિતના મુદ્દાઓ જળવાઈ રહે એ માટે પણ આજે ચર્ચા વિચારણા કરાશે.
આ પણ વાંચો:- રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં કરી અરજી
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદીય બાબતોના રાજયકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, સિનિયર ધારાસભ્ય પુંજાભાઈ વંશ કોંગ્રેસને અને ભાજપના દંડક હાજરી આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે