Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના આ વિસ્તારોનું પાણી પીવા જેવું નથી રહ્યું, રિપોર્ટ થયો ખુલાસો

Ahmedabad News : અમદાવાદના પાંચ વોર્ડના પાણીના સેમ્પલ લેવાયા હતા, જેનો રિપોર્ટ કહે છે કે, આ પાણી પીવા જેવું નથી તેનો ઉપયોગ ન કરવો

અમદાવાદના આ વિસ્તારોનું પાણી પીવા જેવું નથી રહ્યું, રિપોર્ટ થયો ખુલાસો

Ahmedabad News : અમદાવાદ એટલે ગુજરાતનું સૌથી મોટું શહેર. મેગા સિટીમાં વિકાસ તો ચારેતરફથી ફેલાઈ રહ્યો છે. પરંતું લોકો હજી પણ પાયાગત સુવિધાથી વંચિત છે. અમદાવાદમાં હાલ ચારેતરફ ખોદકામ અને ખાડા જોવા મળશે. આવામાં એક રિપોર્ટ કહે છે કે, અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પીવા જેવું નથી. એએમસીની સેન્ટ્રલ લેબોરેટરીએ રિપોર્ટ આપ્યો કે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતુ. 

fallbacks

અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોનું પાણી પીવાલાયક નથી. amc ની સેન્ટ્રલ લેબોરેટરીના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. અમદાવાદના વટવા, ઈસનપુર, બહેરામપુરા, જમાલપુરના કેટલાક વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા છે. amc હેલ્થ વિભાગ દ્વારા નિયમિત રીતે જુદા જુદા વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવાતા રહે છે. વિવિધ ઠેકાણે ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા છે. ગેરકાયદે દબાણ અને ઝુપડપટ્ટીના કારણે સમસ્યાનું નિવારણ લાવવામાં તંત્રને મુશ્કેલી પડી રહી છે. 

સત્તાના નશામાં નેતાજી ભૂલ્યા ભાન! ભાજપના નેતાએ મતદારને ભાંડી મણ મણની ગાળો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દૂધેશ્વર વોટર વર્કસ ખાતે આવેલી સેન્ટ્રલ લેબોરેટરીએ શહેરના પાંચ વોર્ડ વિસ્તારના કેટલાક સ્થળે પાણી પીવાલયક નહિ હોવાનો રિપોર્ટ આપ્યો છે. જેમાં વટવા, ઈસનપુર, બહેરામપુરા, જમાલપુરા તથા અસારવા વોર્ડનું નામ છે. અહીંની સોસાયટીઓમાં આવતા દૂષિત પાણીની સમસ્યા બાદ આ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. 

આ વોર્ડમાં દૂષિત પાણીની સમસ્યાઓ વારંવાર ઉદભવી રહી હતી. જેને કારણે પાણીના સેમ્પલ લઈને મ્યુનિસિપલની સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. 

રિપોર્ટમાં જવાબ અપાયો કે, પાંચ વોર્ડના વિવિધ પાંચ સ્પોટ પરથી લેવામા આવેલા સેમ્પલમાં ક્લોરીન રિપોર્ટ નીલ આવ્યો છએ. તેથી આ પાણીનો ઉપયોગ કરવો નહિ. આ ઉપરાંત આ પાણીમાં બેક્ટોરોજીકલ રીપોર્ટ પણ સંતોષકારક આવ્યો નથી.

ઓર્ગેનિક ખેતીનું પરિણામ : ગુજરાતી ખેડૂતે દેશી વસ્તુઓ પાઈને બે રંગના તરબૂચ ઉગવ્યા 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More