Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે આજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં વિજળીના કડાકા ભડાકા ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર,એસ.જી. હાઇવે , માનસી , બોડકદેવ,વેજલપુર,પકવાન,ઇસ્કોન,સેટેલાઇટ, નવરંગપુરા વિસ્તારમાં વરસાદ શાહીબાગ,દિલ્હી દરવાજા વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘો મહેરબાન થયો છે. ત્યારે ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, કપડવંજ, અમદાવાદ, છોટાઉદેપુર, તાપી, સુરત અને ડાંગ જિલ્લામાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે. મેઘરાજા મહેરબાન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ચોમાસાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જો કે, પ્રથમ દિવસે જ મેઘરાજા મનમુકીને વરસ્યા છે. અમરેલી અને ભાવનગરમાં આફતનો વરસાદ વરસ્યો છે.
મેઘરાજા થયા મહેરબાન
ચોમાસાની શરૂઆતમાં જ ભાવનગરમાં મેઘરાજા વિફર્યા છે. ભાવનગરના સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદથી વરલ ગામની નદીમાં ઘોડાપુર આવ્યું છે. ભારે વરસાદથી વરલથી ભાખલ જવાનો રસ્તો પણ બંધ થયો છે. વરલ, ટાણા, થોરાળી, થાળા અને બેકડી સહિતના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે. બીજી તરફ સિહોરમાં ભારે વરસાદથી બુઢણાથી પાલીતાણા હાઇવેને જોડતો કોઝવે પાણીમાં તણાયો છે. કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. કોઝ વે તણાઈ જવાના કારણે સિહોરના ટાણાથી પાલીતાણા માટેનો હાઇવે રોડ બંધ થયો છે. જેના લીધો લોકોને હાલાકી ભોગવવી પડી છે. ભાવનગરના મહુવા તાલુકાની બગડ નદી બે કાંઠે વહેતી થઈ છે.
ગુજરાતમાં વાજતે-ગાજતે ચોમાસાની અન્ટ્રી, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અમરેલીમાં મેઘરાજાનું આગમન
અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું છે. અમરેલીના સાવરકુંડલામાં મોડી રાતથી વરસાદ ચાલુ છે. ઘોબા, પીપરડી, ફિફાદ, ભમોદ્રામાં વરસાદ વરસતાફલકું અને મેરામણ નદીમાં પૂર આવ્યું છે, તો ઘોબા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા છે. ફિફાદ અને ઘોબા વચ્ચેના નદી નાળાઓમાં પૂર આવતા શેરીઓમાં પાણી વહેતા થયા છે. તો સાવરકુંડલાની નાવલી નદી પરનો ચેકડેમ છલકાયો છે. નાવલી નદી અને ગાધકડા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું છે. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
ડુંગર ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
રાજુલા તાલુકાના ડુંગર સહિત આસપાસના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદથી ડુંગર ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. અમરેલીના લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલીથી ગારિયાધારા રૂટની બસ પાણીમાં ફસાઈ ગઈ છે. જો કે, બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ભારે વરસાદથી જોલાપુરી નદીમાં પુર આવ્યું છે. જેથી તો રાજુલાના હડમતિયા અને દેવકાની વચ્ચે ધસમસતા પ્રવાહ વહેતા 25 જેટલા ઘેટા તણાયા હતા, જો કે, સ્થાનિકોએ 10 ઘેટાનું રેસ્ક્યૂ કર્યું હતું.
અંતરિક્ષથી દરે કલાકે કોઈ મોકલી રહ્યું છે ખાસ સિગ્નલ, એલિયન કે કોઈ આસુરી શક્તિ?
ભેસાણમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
જૂનાગઢના ભેસાણ શહેરના રોડ વરસાદથી પાણી પાણી થયા છે. ભેસાણ તાલુકાના મોટાભાગના ગામડામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જૂનાગઢની ઝાંઝરડા ચોકડી નજીક રસ્તા પર કાદવ-કીચડ હોવાથી સ્કૂલ બસ કાદવમાં ફસાઈ ગઈ હતી. જો કે, સદનસીબે જાનહાનિ ટળી હતી.જૂનાગઢના જોશીપુરા તરફ જવાના અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ
ડાંગ જિલ્લામાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે. ડાંગના વઘઈ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ડાંગ જિલ્લામાં વરસાદથી અનેક નદીમાં નવા નીર આવ્યા છે. તાપી જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. વ્યારા સહિત બાજીપુરામાં ધોધમાર વરસાદથી વાતાવરણ ઠંડુ થયું છે. નવસારીના દેવધામામાં બનેલો દેવ સરોવર ટાઈટલ ડેમ ભરાતા 20 દરવાજા ખોલીને પાાણી છોડાતા અંબિકા નદીના કિનારાના 16 ગામને એલર્ટ કરાયા છે.
હવે આંખોના પલકારે જ થઈ જશે પેમેન્ટ, UPIને લઈ લાગુ થયો આ નિયમ; જાણો તમને શું થશે ફાયદા
ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ
મહેસાણાના કડી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તા પાણી-પાણી થઈ ગયા છે. ભારે વરસાદના કારણે રસ્તા પરથી જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મેઘરાજાની એન્ટ્રી થતાં અસહ્ય બફારાથી રાહત મળી છે. વરસાદ વરસતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સાબરકાંઠાના તલોદ અને હિંમતનગરમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. હડિયોલ, ગઢોડા, પીપળીકંપા,કાંકણોલ કંપામાં વરસાદથી વાતાવરણ ઠંડુગાર થયું છે.
હિંમતનગરના મુખ્ય બજાર વિસ્તારમાં વીજપોલ પર સ્પાર્ક થયો અને જોતજોતામાં ફટાકડા ફૂટવા લાગતા લોકોમાં ડર ફેલાયો હતો. ગાંધી રોડ પર આવેલ મેઈન વીજ લાઈનમાં ફોલ્ટ સર્જાતા આ ઘટના બની હતી. તો વડાલીમાં પણ રાત્રિ દરમિયાન આવી વીજપોલમાં ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનાથી લોકોમાં ડર ફેલાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે