Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણાની ચેતના 80 % દિવ્યાંગ છે, પોતે ચાલી નથી શકતી છતાં ગૃહઉદ્યોગ થકી બીજાને કરે છે પગભર!

નબળા મન ના માનવી ને રસ્તો જડતો નથી અને અડગ મન ના મુસાફીરને હિમાલય પણ નડતો નથી...આ ઉકિતને મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના તારંગા નજીક નાનકડા પરાંમાં રહેતી દિવ્યાંગ મહિલાએ સાર્થક કરી છે.

મહેસાણાની ચેતના 80 % દિવ્યાંગ છે, પોતે ચાલી નથી શકતી છતાં ગૃહઉદ્યોગ થકી બીજાને કરે છે પગભર!

તેજસ દવે, મહેસાણાઃ નબળા મનના માનવી ને રસ્તો જડતો નથી અને અડગ મન ના મુસાફીરને હિમાલય પણ નડતો નથી. આ ઉકિતને મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના તારંગા નજીક નાનકડા પરાંમાં રહેતી દિવ્યાંગ મહિલાએ સાર્થક કરી છે. કુદરત સામે હામ ભીડી જીવન નિર્વાહ કરનાર ચેતના પટેલ નામ ની દિવ્યાંગ મહિલા 80 ટકા દિવ્યાંગ હોવા છતાં પોતે આત્મ નિર્ભર બની જીવન નિર્વાહ કરી રહી છે. ત્યારે અન્ય દિવ્યાંગો ને પોતાના આત્મબળથી જીવન નિર્વાહ કરવાની સલાહ આપી રહી છે. સ્ટોરીમાં દર્શાવવામાં આવેલી આ તસવીરો એ સંઘર્ષ, જીવન સાથેની એ લડાઈ અને હિમ્મતભેર જીવનને જીવવાના એ જુસ્સાનો દેખિતો પુરાવો છે. ચેતનાબેન આજે સમાજના બીજા લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.
 

fallbacks

fallbacks

માણસ ને શારીરિક અસક્ષમતા એટલે કુદરતે જીવન નિર્વાહ માં ઉભી કરેલી ઓટ માનવા માં આવે છે,કારણ કી શારીરિક આસક્ત વ્યકિત સામાન્ય વ્યક્તિ ની જેમ કામ કરી શકતો નથી. આથી શારીરિક આસક્ત વ્યક્તિ આપોઆપ અન્ય ઉપર નિર્ભર બની જાય છે અને આવી વ્યક્તિ આત્મ નિર્ભર બની શકતી નથી,,આ કારણે કુદરત ના પ્રકોપ નો ભોગ બનનાર વ્યક્તિ સ્વયં કામ કરી આત્મ નિર્ભર બની શકતી નથી. પરંતુ કુદરત ના પ્રકોપ નો ભોગ બનનાર કાળા માથા નો માનવી જયારે અડગ મન થી આગળ વધે તો કુદરત ને પણ આશ્ચર્ય માં મૂકી દેતો હોવા છે.

Petrol ના ભાવ ગમે તેટલાં વધે તમારા ખિસ્સાને નહીં થાય અસર, આ SCOOTERS બચાવશે તમારા પૈસા!

અહી આપણે વાત કરી રહ્યા છીએ એવી દિવ્યાંગ મહિલા ની કે જે શરીરે 80 ટકા દિવ્યાંગ છે અને સામાન્ય માણસ ની જેમ કાર્ય કરી શકતી નથી. એમ.એ.સુધી નો ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં યોગ્ય નોકરી મળતી નથી છતાં બંને પગે દિવ્યાંગતા ધરાવતી ચેતના પટેલ નામ ની મહિલા એ અડગ મન થી આત્મ નિર્ભર થવાનો નિર્ણય કર્યો છે..ત્યારે પોતે વિવિધ પ્રકાર ના અથાણાં અને પાપડ નો વ્યવસાય શરુ કર્યો છે અને પોતાના ઘરે થી વેચાણ કરવા ની સાથે ઘરે-ઘરે ફરી ને પણ સ્વયં બનાવેલા પાપડ-અથાણાં નું વેચાણ કરી જીવન નિર્વાહ કરે છે.

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત અને સ્ત્રી સશક્તિકરણ સંકલ્પ ને પછાત ગણાતા અને ડુંગરાળ વિસ્તાર ના નાનકડા પરાં ની ચેતના પટેલ નામ ની દિવ્યાંગ મહિલા સાર્થક કરી રહી છે. પોતાના હાથ બનાવટ ના અથાણાં અને પાપડનું મોટા પાયે વેચાણ કરી આ દિવ્યાંગ મહિલા આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી છે અને અન્ય દિવ્યાંગોને પોતાના આત્મબળ થી આત્મ નિર્ભર બનવા માટે બળ પૂરું પાડી રહી છે.

શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More