Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણાઃ પત્નીને પતિના આડા સંબંધોની શંકા હતી, કકરાટ થયો તો પતિએ પત્નીને પતાવી દીધી

જ્યારે પતિ-પત્નીના સંબંધોની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય ત્યારે જીવનની ગાડી આડે પાટે ચઢી જતી હોય છે. આવા કિસ્સામાં હંમેશા ખરાબ જ અંજામ આવતો હોય છે. કંઈક આવું જ બન્યુ છે મહેસાણા જિલ્લામાં. 

મહેસાણાઃ પત્નીને પતિના આડા સંબંધોની શંકા હતી, કકરાટ થયો તો પતિએ પત્નીને પતાવી દીધી

તેજસ દવે, મહેસાણાઃ જ્યારે પતિ-પત્નીના સંબંધોની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય ત્યારે જીવનની ગાડી આડે પાટે ચઢી જતી હોય છે. આવા કિસ્સામાં હંમેશા ખરાબ જ અંજામ આવતો હોય છે. કંઈક આવું જ બન્યુ છે મહેસાણા જિલ્લામાં. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સુરજ ગામમાં એક પતિને જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. પતિના આડાસંબંધની શંકાના મામલે વારંવાર ઘરકંકાશ કરતી પત્ની આડખીલી રૂપ બનતા પતિ એ પત્નીની નિર્મમ હત્યા કરી દીધી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. મરણજનાર પરિણીતા ના પિતા એ કડી પોલીસ મથકમાં હત્યારા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

fallbacks

Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ?

મહેસાણા જિલ્લા ના જોટાણા તાલુકાના સૂરજ ગામે રહેતા મંગેશ ઉર્ફે મનુબળદેવભાઈ નાડીયા બાર વર્ષ અગાઉ દેત્રોજ તાલુકાના ઓઢવ ગામના બાબુભાઇ અંબારામભાઈ નાડીયાની દીકરી સરોજબેન સાથે થયા હતા.બાર વર્ષના લગ્નજીવન દરમ્યાન તેમના ચાર સંતાનો હતા. પતિ મંગેશ ઉર્ફે મનુ નાડીયા દારૂ ની લતે ચડી ગયો હતો અને  પરસ્ત્રી સાથે આડાસબંધની શંકા મામલે પતિ-પત્ની વચ્ચે અવાર નવાર બોલાચાલી થતા પતિ દ્વારા મારઝુડ કરાતા પત્ની સરોજબેન રિસાઈ પિતાના ઘરે ઓઢવ ખાતે જતી રહી હતી. 

Bollywood ની આ Actresses લગ્ન બાદ થઈ ગઈ Screen પરથી ગાયબ! એક સમયે ચમકતો હતો સિતારો

સોમવારના રોજ પતિ મંગેશ ઉર્ફે મનુ નાડીયા ઓઢવ ખાતે સાસરી માં જઈ દારૂ બંધ કરી દઈ,મારઝૂડ નહિ કરૂ,તેવી ખાત્રી આપતા સરોજબેનના પિતા બાબુભાઇ નાડીયા એ સરોજબેન ને સમજાવી પતિ મંગેશ ઉર્ફે મનુ સાથે  સાસરી માં  મોકલી હતી મંગળવારે મોડીરાત્રે પતિ ના આડા સબંધ ની શંકા મામલે  પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્ની એ લાકડી વડે મૂઢ માર મારતા પત્નીનું મોત નીપજ્યું હતું.

Taarak Mehta...ની આ એકટ્રેસનું ફિગર જોઈ બોયફ્રેન્ડથીના રહેવાયું, ફર્સ્ટ ડેટ પર જ સેક્સ કરવા કર્યો ફોર્સ, પછી બન્યુ એવું...

પત્નીની હત્યા કરી પતિ મંગેશ ઉર્ફે મનુએ પરિણીતાના મોરબી ખાતે રહેતા કાકા ગોવિંદભાઇ ને ફોન કરી પત્ની સરોજબેન ને જેમ તેમ બોલતા હોવાથી માર માર્યો તેમ જણાવી સરોજબેન ને લઈ જવા જણાવ્યું હતુ. જેના પગલે ગોવિંદભાઇએ ઓઢવ ખાતે રહેતા પોતાના ભાઈ બાબુભાઇ ને ફોન કરી સમગ્ર હકીકત જણાવતા પરિણીતા ના પિતા બુધવારે વહેલી સવારે પરિવાર સાથે સૂરજ દીકરી ના ઘરે જતા ઘરમાં દીકરીની લાશ જોતા પિતા સહિત પરિવાર ભાંગી પડ્યો હતો. પરણીતા ના પિતા કડી પોલીસ મથક દોડી જઇ આરોપી પતિ મંગેશ ઉર્ફે મનુભાઈ બળદેવભાઈ નાડીયા સામે ફરિયાદ નોંધવી હતી કડી પોલીસે ગુનો નોંધી આરોપી પતિ ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવાઈની વાત છે! દુનિયાના આ દેશમાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે એની પાછળનું કારણ

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More