તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લાના લીંબુ પાકમાં વાવેતર, રોગ જીવાત નિયંત્રણ, હાર્વેસ્ટિંગ, વેચાણ વ્યવસ્થા અને વર્ષો જૂની લીંબુની વાડીઓનું નવીનીકરણ તેમજ લીંબુ પાકમાંથી બનતી વિવિધ બનાવટો ઉપર ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં કાગદી લીંબુનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. અંદાજે લગભગ 13,500 હેક્ટર વિસ્તારમાં લીંબુ પાકનું વાવેતર થાય છે. ૧.૯૦ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન એટલે કે ગુજરાત રાજ્યના 30% ઉત્પાદનમાં મહેસાણા જિલ્લાનું યોગદાન છે.
ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પરસેવો છોડાવી દે તેવી અંબાલાલ પટેલની 'ઘાતક' આગાહી
રાજ્યમાં મહેસાણા જિલ્લામાં કાગદી લીંબુનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે અંદાજે લગભગ ૧૩,૫૦૦ હેક્ટર વિસ્તારમાં લીંબુ પાકનું વાવેતર થાય છે તેમજ ૧.૯૦ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન એટલે કે ગુજરાત રાજ્યના ૩૦% ઉત્પાદનમાં મહેસાણા જિલ્લાનું યોગદાન છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો લીંબુ પાકમાં એકમ વિસ્તારમાંથી મહતમ ઉત્પાદન મેળવી નિકાસલક્ષી ખેતીનો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે તે હેતુથી નાયબ બાગાયત નિયામકની કચેરી મહેસાણા દ્વારા લીંબુ પાક પરિસંવાદ થકી ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં વિનાશકારી ભૂકંપનો ખતરો, જોવા મળશે તુર્કી-સીરિયા જેવી તબાહી!
ખેડૂતોને લીંબુ પાકમાં વાવેતર, રોગ જીવાત નિયંત્રણ, હાર્વેસ્ટિંગ, વેચાણ વ્યવસ્થા અને વર્ષો જૂની લીંબુની વાડીઓનું નવીનીકરણ તેમજ લીંબુ પાકમાંથી બનતી વિવિધ બનાવટો ઉપર વ્યાખ્યાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જેની સીધી અસર લીંબુના ઉત્પાદન પર જોવા મળી છે. અને લીંબુનું ઉત્પાદન રાજ્યમાં સૌથી વધુ મહેસાણામાં નોંધાયું છે.
વિદ્યાર્થીની પાસે શિક્ષકે 'I LOVE U' બોલાવ્યાનો આરોપ, રડતા રડતા માતાને જણાવી આપવીતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે