Mehsana News : મહેસાણા આરોગ્ય મંત્રીના જિલ્લામાં કુટુંબ નિયોજન યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણામાં 300 જેટલા કુટુંબ નિયોજન ઓપરેશનનું કૌભાંડ બહુચર્ચિત બન્યું છે. લાખવડી ભાગોળ અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરનું કૌભાંડ પકડાયું છે. જેમાં 10 જેટલી મહિલા હેલ્થ વર્કરને નોટિસ ફટકારવામાં આવી છે. કુટુંબ નિયોજનના ખોટા આંકડા આપવા માટે નોટિસ અપાઈ છે. હેલ્થ વર્કર્સે કુટુંબ નિયોજનના ઓપરેશના 300 આંકડા આપ્યા, પરંતુ ડેટામાં કોઈનું નામ સામેલ નથી.
નામ વગર આંકડા આપી દેવાયા
મહેસાણામાં 300 જેટલા કુટુંબ નિયોજનના ઓપરેશન થયા પણ કોના થયા ખબર નથી! કોનું ઓપરેશન થયું એની વિગતો નહિ પણ આંકડા આપી દેવાયા છે. મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. લાખવડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટર અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરમાં મોટાપાયે ચાલતું આ કૌભાંડ પકડાયું છે.
ગુજરાતના આ શહેરોમાં આજે વરસાદ તૂટી પડશે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી
મહિલા હેલ્થ વર્કર્સને નોટિસ ફટકારાઈ
આ કૌભાડમાં 10 જેટલી મહિલા હેલ્થ વર્કર બહેનો ને કારણ દર્શક નોટિસ અપાઈ છે. કુટુંબ નિયોજન ઓપરેશન ના ખોટા આંકડા આપવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. 300 આંકડા આપ્યા પણ કોનું ઓપરેશન થયું એના નામ નથી. કોના ઓપરેશન થયું એના નામ નહિ મળતાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. માત્ર ટાર્ગેટ પૂરો કર્યો હોવાના આંકડા દર્શાવવા આંકડા આપી દેવાયા તે સવાલ ઉઠ્યો છે.
છેલ્લા 10 વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું માઈચોંગ આજે ટકરાશે, ગુજરાતને થશે આ મોટી અસર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે