Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણા: તારંગા હીલ પર 3 વર્ષનાં બાળક સહિત મહિલા અને પુરૂષે આત્મહત્યા કરી

સતલાસણા તાલુકાના તારંગા ડુંગર નજીક પરિણીતાએ 3 વર્ષના દીકરા અને પ્રેમી સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. ખેરાલુ તાલુકાના પ્રેમી પંખીડાએ આજે રીક્ષામાં તારંગા ડુંગર પહોંચ્યા હતા. ત્યાર બાદ દવા ગટગટાવીને મોતને વ્હાલું કર્યું હતું. આ મુદ્દે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મહેસાણા: તારંગા હીલ પર 3 વર્ષનાં બાળક સહિત મહિલા અને પુરૂષે આત્મહત્યા કરી

મહેસાણા : સતલાસણા તાલુકાના તારંગા ડુંગર નજીક પરિણીતાએ 3 વર્ષના દીકરા અને પ્રેમી સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. ખેરાલુ તાલુકાના પ્રેમી પંખીડાએ આજે રીક્ષામાં તારંગા ડુંગર પહોંચ્યા હતા. ત્યાર બાદ દવા ગટગટાવીને મોતને વ્હાલું કર્યું હતું. આ મુદ્દે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

fallbacks

રાજ્યનાં નવા પોલીસ વડા તરીકે અમદાવાદ CP આશિષ ભાટિયાનું નામ નિશ્ચિત

ખેરાલુ તાલુકાના એક ગામના ધવલકુમાર રસિકલાલ રાવળ (ઉ.વ 23) તથા રાવળ જાગૃતિ વિક્રમભાઇ અને 3 વર્ષનો બાળક ધ્રુવ રાવળ રીક્ષામાં આજે તારંગાના ડુંગર પર પહોંચ્યા હતા. પરિણીતા પોતાનાં પુત્રને લઇને ઘરેથી નીકળી હતી. તેઓ રીક્ષા દ્વારા તારંગા ખાતે પહોંચ્યા હતા. 

લવજેહાદ: રાજકોટમાં મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને નોકરીની લાલચ આપી 3 વર્ષ શારીરિક શોષણ કર્યું

તારંગા ડુંગર ખાતે પહોંચીને બંન્ને ડુંગર ખાતે થોડો સમય હર્યા ફર્યા હતા. ત્યાર બાદ પુત્રને ઝેરી દવા પિવડાવી હતી. બંન્ને મહિલા અને પુરૂષે પણ દવા પી લીધી હતી. ત્રણેયના મોત નિપજ્યાં છે. હાલ તો પોલીસે રીક્ષા કબ્જે લઇને તપાસ આદરી છે. ઉપરાંત તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આત્મહત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More