Mahesana News: મહેસાણાથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા દૂધસાગર ડેરી બોર્ડ મીટિંગમાં હોબાળો થયો છે. ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફા મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું છે.
મહેસાણામાં બબાલ
મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યા છે. દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં અશોક ચૌધરીએ યોગેશ પટેલને લાફો મારવાનો આરોપ લાગ્યો છે. આ મામલે યોગેશ પટેલ ચેરમેન અશોક ચૌધરી સામે ફરિયાદ દાખલ કરાવવા માટે પહોંચ્યા છે.
યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ પણ ફરિયાદ દાખલ કરાવવા પહોંચ્યાં છે. અશોક ચૌધરી પર પ્રશ્ન પૂછ્યા બાદ ઈશ્કેરાઈને લાફો મારવાનો આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે ભાજપના મેન્ડેટથી અશોક ચૌધરી અને યોગેશ પટેલ ચેરમેન અને વાઇસ ચેરમેન બનેલા છે.
આ પણ વાંચોઃ આ ખેડૂતોનું થશે સન્માન, આપવામાં આવશે 1 લાખનો રોકડ પુરસ્કાર, જાણો વિગત
પ્રાપ્ત વિગત અનુસાર દૂધસાગર ડેરીની બેઠકમાં ભ્રષ્ટાચારના મુદ્દે વાઇસ ચેરમેને સવાલો કર્યાં હતા. જેનાથી અશોક ચૌધરી ઉશ્કેરાઈ ગયા અને મારામારી કરી હતી. અશો ચૌધરી પર સોનાની ચેન અને ચશ્મા તોડી નાખવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
અશોક ચૌધરીએ આપી પ્રતિક્રિયા
વાઇસ ચેરમેનને લાફો મારવાના આરોપ પર ચેરમેન અશોક ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે સત્તા પરિવર્તન થયા બાદ ડેરીનો વિકાસ થયો છે. પારદર્શિતા સાથે વહીવટ કરવામાં આવે છે. મારા પર લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે. વાઇસ ચેરમેને જે પ્રશ્ન ઉઠાવ્યો તેનો જવાબ આપ્યો છે. વાઇસ ચેરમેને બોર્ડ બેઠક પહેલા ડિરેક્ટરોને ઝગડો કરવાનો તેમ કહ્યું હતું. લાફો મારવાની વાત પાયાવિહોણી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે