Teacher Missing તેજસ દવે/મહેસાણા : મહેસાણા નજીક સખપુરડાના એક શિક્ષકને જાણે કે નોકરી કરતા વિદેશ પ્રવાસમાં વધુ રસ હોય એમ લાગી રહ્યું છે. સખપુરડા ગામની આ પ્રાથમિક શાળામાં નોકરી કરતા કિરણભાઈ હરિભાઈ ચૌધરી નામના શિક્ષક વર્ષમાં માત્ર 1 મહિનો જ કરે છે નોકરી. બાકીના સમયે કોઈને કોઈ કારણોસર કપાત રજાઓ પણ મૂકીને ગેરહાજર રહેતા શિક્ષકની ગ્રામજનો હવે કંટાળી હતા બદલીની માંગ કરી રહ્યા છે.
સખપુરડા પ્રાથમિક શાળાના શિક્ષકની ગેર હાજરીથી બાળકોના શિક્ષણ ઉપર અસરી પડતી હોવા છતાં શિક્ષકની બદલી નથી થઈ રહી. ગ્રામજનોએ આ મામલે શિક્ષણ વિભાગ અને જિલ્લા કલેકટર સુધી રજુઆત પણ કરી છે. પણ કોઈ પરિણામ નહિ આવતા જો હવે શિક્ષક ની બદલી નહીં થાય તો ગ્રામજનોએ શાળા ને તાળા બંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
અદાણી-હિંડનબર્ગ કેસ પર અમિત શાહનો મોટો ખુલાસો, શું ખરેખર અદાણી પર કાર્યવાહી થશે?
SMC સભ્યો અને ગ્રામજનોના આક્ષેપ મુજબ સુખી સંપન્ન ઘરના શિક્ષક વર્ષમાં એક મહિનો ફોર્ચ્યુનર જેવી મોંઘી દાટ ગાડી લઈને નોકરી કરવા આવે છે અને પછી પાછા વિદેશ ચાલ્યા જાય છે. આ અંગે રજૂઆત છતાં શિક્ષક નથી આપતા રાજીનામુ કે નથી થતી તેમની બદલી. વર્ષ 2021 - 22 માં 139 રજાઓ આ શિક્ષકે પાડી હતી. તો ગત તા 1.7 2022 થી સામાજિક કારણોસર હજુ સુધી કપાત રજાઓ પર છે આ શિક્ષક. વર્ષ 2019 થી અત્યાર સુધી નોકરી કરતા સૌથી વધુ રજાઓ પર આ શિક્ષક રહ્યો હોવાનો ગ્રામજનો લેખિત પુરાવા સાથે રજૂઆત કરી ચૂક્યા છે.
જ્યા ગુજરાતી ત્યાં ગરબા : આ વીડિયો તેનો બોલતો પુરાવો, પાકિસ્તાનમાં રમાયા ગરબા
મહેસાણાના સખપુરડાના શિક્ષકની વારંવાર ગેરહાજરીનો મુદ્દો ચર્ચાતા અને કિરણભાઈ હરિભાઈ ચૌધરી નામના શિક્ષક સૌથી વધુ ગેરહાજર રહેતા હોવાની ગ્રામજનોની રજૂઆતને કરી. ત્યારે શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાળાની મુલાકાત કરી શિક્ષકોના હાજરી પત્રક સહિતના કાગળોની તપાસ કરી શિક્ષણ વિભાગ દ્વારા રજાઓ નામંજૂર કરી હોવા છતાં શિક્ષક રજા પાડતા હોવાનું સામે આવ્યું અને શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ નોટિસો આપેલ છતાં કોઈ જવાબ આ નવાબી શિક્ષકે આપ્યો ન હોવાનું સામે આવ્યું શિક્ષણ વિભાગ અને અધિકારીઓના આદેશને શિક્ષક ઘોળીને પી ગયો. તો બીજી તરફ હાલ નોટિસો અવગણના કરી શિક્ષક વિદેશમાં ફરી રહ્યો છે.
બળાત્કારનો આરોપી મેડિકલ ટેસ્ટમાં નપુસંક નીકળ્યો, યુવતી ભર કોર્ટમાં એવી ભોંઠી પડી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે