Home> Gujarat
Advertisement
Prev
Next

'મર્દ ATM નથી, તેમને પણ દર્દ થાય છે...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ

બેંગલુરુમાં એન્જિનિયર અતુલ સુભાષે તાજેતરમાં આત્મહત્યા કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પત્નીઓથી પીડિત પતિઓએ સુરત શહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ સુરતના અઠવા લાઈન્સ સર્કલ પર હાથમાં પ્લેકાર્ડ સાથે તેમની સમસ્યાઓ વ્યક્ત કરી હતી અને સરકારને પુરૂષ કમિશન બનાવવાની માંગ કરી હતી.

'મર્દ ATM નથી, તેમને પણ દર્દ થાય છે...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ

ઝી બ્યુરો/સુરત: બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસને લઈને સુરતમાં પત્ની પીડિત પતિઓએ પ્રદર્શન કર્યું. દેખાવકારોએ પોતાના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષો માટે એક કમિશનની રચના કરવાની પણ માંગ કરી હતી. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે નક્કર પગલાં લેવા જોઈએ.

fallbacks

મળતી માહિતી મુજબ સુરત શહેરના અઠવા લાઈન્સ સર્કલ પર એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો અને તેની પર તેમની પત્નીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને નવી ચર્ચા શરૂ થઈ. આ સંદર્ભે કાયદામાં મહિલાઓને આપવામાં આવેલા અલગ અધિકારોના દુરુપયોગની ચર્ચા છે.

fallbacks

અતુલ સુભાષના આત્મહત્યા કેસના વિરોધમાં અઠવા લાઈન્સ સર્કલ ખાતે દેખાવકારોએ પ્લે કાર્ડ હાથમાં લઈને વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલી પત્ની પીડિત પતિઓમાં કેટલાકે પ્લેયિંગ કાર્ડ્સમાં મેન રાઈટ્સ અને હ્યુમન રાઈટ્સ લખ્યું હતું, જ્યારે અન્ય લોકોએ 2014 થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસોના આંકડા લખ્યા હતા.

કોઈ સરકારને પુરૂષ પંચની નિમણૂક કરવાની વિનંતી કરી રહ્યું હતું તો કોઈએ લખ્યું હતું કે નકલી કેસ એજ એ ક્રાઈમ અગેંસ્ટ હ્યુમેનિટી લખી રાખ્યું હતું. કોઈએ સેફ ફેમિલી સેવ નેશન લખીને વિરોધ કર્યો. કેટલાક પ્લેકાર્ડ પર લખેલું હતું -  'Man Not ATM.; આંદોલનકારીઓએ પોતાની આગવી શૈલીમાં પુરુષોની પીડા વ્યક્ત કરી હતી.

fallbacks

સુરતના ચિરાગ ભાટિયા પણ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમણે કહ્યું કે અતુલ સુભાષે બનાવટી કેસના કારણે આત્મહત્યા કરી છે. તે અંગે અમે વિરોધ કરી રહ્યા છીએ. અતુલ સુભાષને ન્યાય મળવો જોઈએ અને પુરુષો માટે યોગ્ય કાયદો બનાવવો જોઈએ. આ આજની તારીખમાં થઈ રહ્યું છે. ઘણી મહિલાઓ પુરૂષો પર ખોટા કેસ દાખલ કરી રહી છે. જો કોર્ટમાં સાબિત થાય કે કેસ ખોટી રીતે કરવામાં આવ્યો હતો, તો પણ ન્યાયમાં મહિલાઓ માટે સજાની જોગવાઈ નથી.

ચિરાગે વધુમાં જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે પુરૂષો માટે એક કમિશન બને અને પુરૂષોને ન્યાય મળે. અહીં તમામ વિક્ટિમ છે, તે એમની પત્નીઓએ ખોટા કેસ કરી રાખ્યા છે. અમે કોર્ટના દબાણનો સામનો કરી રહ્યા છીએ. જ્યાં આપણી ભૂલ નથી ત્યાં પણ આપણે કોર્ટમાં સાબિત કરવું પડશે. અમારી સાથે કંઈક ખોટું થયું છે. અમે ભરણપોષણ ચૂકવીએ છીએ, તેમ છતાં પત્ની અમને બાળકોને મળવા દેતી નથી.

fallbacks

ચિરાગે વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે સેટલમેન્ટના નામે પૈસા માંગવામાં આવે છે. આ ગેરકાયદેસર અકસ્ટ્રોશન છે, જે જેન્ડર સમાનતાના નામે પુરુષો પાસેથી વસૂલવામાં આવે છે. અમારા ઘરમાં પણ માતાઓ અને બહેનો પર અત્યાચાર થઈ રહ્યો છે. અમારો પરિવાર માનસિક ત્રાસમાંથી પસાર થયો છે જે વર્ણવી શકાય તેમ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More