રવિ અગ્રવાલ, વડોદરા: કોરોનાકાળમાં વડોદરા (Vadodara) માં એક માનસિક અસ્વસ્થ યુવતી સાથે દુષ્કર્મ (Rape) નો મામલો સામે આવ્યોછે. રીક્ષાચાલકે આ યુવતીનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ આચર્યું.
મળતી માહિતી મુજબ વડોદરામાં એક માનસિક રીતે અસ્વસ્થ યુવતી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. રીક્ષાચાલકે યુવતીની માનસિક સ્થિતિનો લાભ લઈને તેનું અપહરણ કર્યું અને યુવતીને હાલોલ ખાતેના નિવાસસ્થાને લઈ જઈ ત્રણવાર તેના પર દુષ્કર્મ આચર્યું.
યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં રીક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ રીક્ષાચાલકને પકડવા માટે બે ટીમો પણ બનાવી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે