Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં અહીં 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો, આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે!

Gujarat Weather 2023: રાજ્યમાં આજે ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. આજે આખો દિવસ રોપ વે સેવા બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં અહીં 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો, આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે!

ગાંધીનગર: ગુજરાત હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ આગામી દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ સવારે અને સાંજ પછીના સમયમાં લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં, ઉત્તરાયણ નજીક આવે ત્યારે ફરી એકવાર ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે તેને જોતા રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

fallbacks

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 24 કલાક પછી ઠંડીનું જોર થોડું ઘટશે. આગામી 5 દિવસ વાતાવરણ એકદમ સ્વચ્છ રહેશે. 1થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. વાતાવરણમાં ભેજ વધતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. બે દિવસ પછી હવાની ગતિમાં ઘટાડો થશે. લોકોને હાડ થીજવતી ઠંડીમાંથી થોડી રાહત મળશે. 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં નોંધનીય ઘટાડો થશે. હાલમાં કોલ્ડ વેવની કોઈ આગાહી નહીં.

ખુશખબર! અમદાવાદમાં સાવ સસ્તામાં મળશે સપનાનો મહેલ!

8 શહેરોમાં લુઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી ઓછું 
રાજ્યમાં હાલ ઠંડીનુ જોર યથાવત રહ્યું છે. 8 શહેરોમાં લુઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. 8.1 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. જ્યારે ગાંધીનગર 10.5, ડિસા 10.6, ભૂજ 11.2 અને વડોદરા 11.6 ડિગ્રી, અમદાવાદ 12.1 ડિગ્રી, રાજકોટ 12.5 ડિગ્રી અને અમરેલી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પરંતુ આગામી સમયમાં હવામાન વિભાગે એક ખુશખબર આપ્યા છે. આગામી થોડાક જ દિવસોમાં હાડ ગાળતી ઠંડીથી રાજ્યના લોકોને રાહત મળશે. 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં નોંધનીય ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં પણ 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. 2 દિવસ બાદ પવનની ગતિમાં પણ ઘટાડો થશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી વધારો થવાની સંભાવના, જેથી ઠંડી ઓછી થશે. હિમાલય તરફ પવનની ગતિ બદલાતા પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. વાતાવરણમાં ભેજ વધતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

ગુજરાત હવે આપશે ઝેરનું મારણ! સાપના ઝેરમાંથી બનશે ઝેર વિરોધી દવાનો પાવડર

ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો
રાજ્યમાં આજે ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. આજે આખો દિવસ રોપ વે સેવા બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે.

વૈશ્વિકફલક પર મારુતિ સુઝુકીએ વગાડ્યો મેક ઈન ઈન્ડિયાનો ડંકો! અનેક દેશોમાં મોકલી ગાડીઓ

ગિરનાર પર્વત પર આજ સવારથી જ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માતાના દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે તો જ રોપ વે શરૂ કરવામાં આવશે. પરંતુ આજે રોપ વે શરૂ થાય તેવી શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More