Home> Gujarat
Advertisement
Prev
Next

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ફરી કાતિલ ઠંડી ભૂક્કા કાઢશે! ઉત્તરાયણમાં પવન મઝા બગાડશે કે ડબલ કરશે?

Gujarat Weather Update: હવામાન વિભાગના મતે 3 દિવસ બાદ હાડ થીજવતી ઠંડી પડશે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ધુમ્મસભર્યું વાતાવરણ પણ રહેશે. હવામાન વિભાગના મતે 13 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ત્રણ દિવસ તાપમાન ઘટતા કાતિલ ઠંડીનું જોર વધશે.

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ફરી કાતિલ ઠંડી ભૂક્કા કાઢશે! ઉત્તરાયણમાં પવન મઝા બગાડશે કે ડબલ કરશે?

Coldwave In Gujarat, સપના શર્મા/ગાંધીનગર: રાજ્યમાં હાલ કાતિલ ઠંડીમાંથી રાહત મળેલી છે, પરંતુ લોકોની ખુશી ઝાંઝી ટકવાની નથી. હવામાન વિભાગે કાતિલ ઠંડી અને ઉત્તરાયણમાં પવન કેવો રહેશે? જેણે લઈને એક આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજે અને આવતીકાલ માટે તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. આજે અમદાવાદનું તાપમાન 14. 5 ડિગ્રી નોંધાયું છે. ત્યારે આગામી બે દિવસ બાદ ઠંડીમાં નોંધપાત્ર રીતે વધારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

fallbacks

રાજ્યમાં ફરી ક્યારથી ઠંડી ભૂક્કા કાઢશે
હવામાન વિભાગના મતે 3 દિવસ બાદ હાડ થીજવતી ઠંડી પડશે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ધુમ્મસભર્યું વાતાવરણ પણ રહેશે. હવામાન વિભાગના મતે 13 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ત્રણ દિવસ તાપમાન ઘટતા કાતિલ ઠંડીનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહી રહી શકે છે. નલિયામાં આ સમયગાળા દરમિયાન શીત લહેરમાં ફેરવાઈ શકે છે. 

ઇતિહાસમાં પ્રથમવાર મરચાની તીખાશ વધી! ખેડૂતોને મળ્યો એટલો ભાવ કે વિશ્વાસમાં નહીં આવે!

ઉત્તરાયણમાં ઠંડીના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 13-14 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં છ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં 14. 5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. 

ગુજરાતમાં અહીં કેમ ઉંધા ફરે છે ઘડિયાળના કાટાં? કેમ ઊલટું કામ કરે છે આ 'ટ્રાઈબલ વોચ'

ઉત્તરાયણના દિવસે પવની ગતિ કેટલી રહેશે ?
ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉતરાયણના દિવસે પવનની ગતિ 10 km  પ્રતિકલાક રહેવાની શક્યતા પણ જણાવી છે. પરંતુ કેટલાક સ્થળો ઉપર પવનની ગતિ 20 km પ્રતિ કલાક રહેવાની શક્યતા પણ છે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિકોને મજા પડી જશે. હવામાન વિભાગે પતંગ રસિકો માટે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે આ વખતે સારો પવન રહેવાની શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. ગત રાત્રિએ 12.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં 10 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More