ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી કરવામાં આવી છે. રવિવારે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે.
દાહોદમાં વીજળી પડતાં 2 લોકોનાં મોત
દાહોદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. દાહોદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વીજળી પડતાં 2 લોકોનાં મોત થયાના સમાચાર છે. મુવાલિયા ગામે બે લોકો પર વીજળી પડી હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં 30 વર્ષિય સંજયભાઈ અને 7 વર્ષીય આયુષનું વિજળી પડવાથી મોત થયું છે. ભારે પવન સાથે દાહોદમાં ધોધમાર વરસાદ ચાલું છે. શહેરના દેસાઈવાડમાં વૃક્ષ ધરાશાઈ થયું છે. લિટલ ફ્લાવર સ્કૂલની દિવાલ પણ ધરાસાઈ થવાના સમાચાર છે.
બગસરા શહેર અને તાલુકામાં વરસાદ
અમરેલીના બગસરા શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમરેલીના હુલરીયા, હામાપુર, રફાળા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સિવાય અમરેલી જિલ્લાના બાબાપુર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ વરસ્યો. ખાંભા અને તેના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જસદણમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
રાજકોટના જસદણમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાડલા, ભંડારીયા, રાણીપર, બોઘરાવદર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
બોટાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ
બોટાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. પાળીયાદ રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ, ખોડિયાર નગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
દાહોદ-છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો
દાહોદ જિલ્લાના લીંમડી,ઝાલોદ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તેજ પવન ફુંકાયા બાદ અચાનક ધોધમાર વરસાદ વરસ્યો છે. દિવસ દરમિયાન અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. પાવી જેતપુર, કવાંટ, બોડેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ.
ડાંગ જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ
અસહ્ય ઉકળાટ બાદ ડાંગ જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ગિરીમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ડાંગ અને સાપુતારામાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક.
તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો
અસહ્ય ઉકળાટ વચ્ચે તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો. વ્યારા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર તાપીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો.
દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલ્ટો
દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ વરસ્યો છે. સેલવાસ અને તેની આસપાસના વિસ્તારમા વરસાદ વરસ્યો છે. ટોકરખાડા વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી મળી રાહત..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે