Biporjoy Cyclone : ગૃહ મંત્રાલયે આજે હિમાચલ પ્રદેશ અને ગુજરાત માટે કુદરતી આપદા સામે સહાયની જાહેરાત કરી છે. MHA દ્વારા આજે ગુજરાતને ₹338.24 કરોડની નાણાકીય સહાય મંજૂર કરાઈ છે. જે ચક્રવાત બિપરજોયથી ગુજરાતને થયેલા નુકસાન સામે આપવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી કે, પ્રધાનમંત્રી માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્યએ ચક્રવાત પહેલા અદ્યતન તૈયારીઓ કરી હતી અને કુદરતી આફત દરમિયાન શૂન્ય જાનહાનિ દર હાંસિલ કર્યો હતો. અત્યંત ભયંકર ચક્રવાત બિપરજોયના પરિણામે, ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારના મેમોરેન્ડમની રાહ જોયા વિના, નુકસાનની આકારણી માટે તાત્કાલિક આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમને નિયુક્ત કરી હતી. કેન્દ્ર સરકારે અગાઉ SDRFને ₹584 કરોડનો તેના હિસ્સાનો પહેલો હપ્તો જાહેર કર્યો હતો.
સ્વાદના શોખીન અમદાવાદીઓ માટે બની રહ્યું છે નવુ ખાણીપીણી માર્કેટ, આ સ્થળે બનશે
The MHA has approved the financial assistance of ₹338.24 crore to Gujarat today. The state was severely affected by Cyclone Biparjoy.
Under the guidance of PM @narendramodi Ji the centre and the state had made advanced preparations before the cyclone and achieved a zero…
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) December 12, 2023
ગુજરાતમાં જુલાઈ મહિના દરમિયાન ચક્રવાત બિપોરજોય આવ્યું હતું. જેના માટે કેન્દ્રએ 338.24 કરોડની સહાય જાહેર કરી છે. ત્યારે હવે બિપોરજોય વાવાઝોડાથી ગ્રસ્ત જિલ્લાઓને તેની સહાય મળશે. ઉલ્લેખનીય છે કે, બિપોરજોય વાવાઝોડાની સામે ગુજરાતમાં કોઈ જાનહાન થઈ નથી. પરંતુ અનેક જિલ્લાઓમાં મોટાપાયે નુકસાની થઈ હતી. જેમાં ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો.
આ સાથે જ ગૃહમંત્રીએ હિમાચલ પ્રદેશ માટે પણ કુદરતી આપદાઓ સાેમ 633.73 કરોડની સહાય જાહેર કરી છે. ચાલુ વર્ષ દરમિયાન પૂર, વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓનો પ્રકોપ હિમાચલ પ્રદેશ પર રહ્યો હતો, જેની ગંભીર અસર હિમાચલ પ્રદેશ પર થઈ છે.
વિદેશોમાં એવી તો શું તકલીફ આવી કે પરત ફરી રહ્યાં છે ગુજરાતીઓ, સ્વદેશી બની રહ્યાં NRI
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે