Home> Gujarat
Advertisement
Prev
Next

શિયાળાની શરૂઆત થતા જ ફેમસ વઢવાણામાં 10 હજાર વિદેશી પક્ષીઓએ ડેરો જમાવ્યો

શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ નજીકના આવેલા સયાજી રાજ્યશાસનની અણમોલ દેણ સમાન વઢવાણા જળાશય (vadhvana wetland) ખાતે શિયાળાની તીવ્ર ઠંડીની શરૂઆત થતાની સાથે જ દેશ-વિદેશમાંથી યાયાવર પક્ષીઓનું (Migratrory birds) આગમન શરૂ થઇ જાય છે. નવેમ્બર માસના આરંભથી જ પક્ષીઓએ વઢવાણા ખાતેના તળાવમાં માઇગ્રેશન માટે આવવાનું શરૂ કર્યું હતુ અને અત્યાર સુધી 10  હજાર જેટલા રંગબેરંગી તેમજ આંખોને જોવા ગમે તેવા પક્ષીઓના કલરવથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠયું છે.

શિયાળાની શરૂઆત થતા જ ફેમસ વઢવાણામાં 10 હજાર વિદેશી પક્ષીઓએ ડેરો જમાવ્યો

ચિરાગ જોશી/વડોદરા :શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ નજીકના આવેલા સયાજી રાજ્યશાસનની અણમોલ દેણ સમાન વઢવાણા જળાશય (vadhvana wetland) ખાતે શિયાળાની તીવ્ર ઠંડીની શરૂઆત થતાની સાથે જ દેશ-વિદેશમાંથી યાયાવર પક્ષીઓનું (Migratrory birds) આગમન શરૂ થઇ જાય છે. નવેમ્બર માસના આરંભથી જ પક્ષીઓએ વઢવાણા ખાતેના તળાવમાં માઇગ્રેશન માટે આવવાનું શરૂ કર્યું હતુ અને અત્યાર સુધી 10  હજાર જેટલા રંગબેરંગી તેમજ આંખોને જોવા ગમે તેવા પક્ષીઓના કલરવથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠયું છે.

fallbacks

વઢવાણા તળાવમાં શિયાળાના આગમનની સાથે જ યાયવર પક્ષીઓનું આગમન શરૂ થયું છે. હાલમાં રાજહંસ સહિત 45 જેટલી માઇગ્રેટરી પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ આવી ગઇ છે. આશરે 10 હજાર જેટલા પક્ષીઓ આવી ગયા છે. અનેક દેશો આવે છે જ્યાંની શિયાળાની ઠંડી અતિશય કાતિલ હોય છે, જે પક્ષીઓને માફક આવે તેમ હોતી નથી. કારણ કે ત્યાં બરફ વર્ષા થાય છે. જેથી આ પક્ષીઓ પોતાના શરીરને અનુરૂપ વાતાવરણ મળે તેની શોધમાં આ તરફ આવે છે. અહીં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશથી આવતા પક્ષીઓની સંખ્યામાં નોંધ પાત્ર વધારો થયો છે. આ પક્ષીઓને નિહાળવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે.

વઢવાણા તળાવ ઘણા લાંબા સમયથી યાયાવર પક્ષીઓના શિયાળુ વિસામા તરીકે પ્રખ્યાત બન્યું છે. ત્યારે શિયાળાની જમાવટ સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પક્ષીઓનું આગમન શરૂઆત થઈ છે. હાલ રાજહંસ, ભગવી સુરખાબ, ગાજહંસ, સિંગપર, નોર્થન સોવીયર, કોમનટીલ, કોમનાપોચાર સહિતના પક્ષીઓનું આગમન થઇ ગયું છે. તળાવમાં પક્ષીઓ તો ક્યાંક આકાશમાં વિહરતા જોવા મળે, ક્યાંક બે-ચારના ટોળમાં, અથવા તો જ્યાં પાણી છીછરું હોય ત્યાં તો પક્ષીઓના ઝૂંડના ઝૂંડ જોવા મળે છે. જ્યારે આ પક્ષીઓ પોતાની પાખોને ફેલાવીને એક સાથે આકાશમાં ઉડે છે, એ દ્રશ્ય તો ખૂબ જ રમણીય લાગે છે. ઉલ્લેખનિય છે કે, ફ્લેમીંગો પણ વઢવાણા તળાવની મુલાકાતે આવે છે. હવે જેમ જેમ શિયાળાને મોસમ જામતી જાશે તેમ તેમ વધારેને વધારે પક્ષીઓ અહીયા આવતા જશે.

એટલું જ નહિ, હાલ વિદેશી પક્ષીઓ સવારે 10 વાગ્યા પછી પોતાના ખોરાકની શોધમાં જતા રહે છે. ત્યારે તેમના ખોરાકની જો વાત કરવામાં આવે આજુબાજુનાં ખેતરો આવેલા છે. જેમાં ઘઉં છીછરૂ પાણીમાંના પોયરા સહિતના ખોરાકમાં નીકળી જાય છે અને સાંજે પાંચ વાગે પરત પાછા તળાવ ખાતે આવી જાય છે. બીજું એક આકર્ષણનું કેન્દ્ર એ છે કે, વનવિભાગ દ્વારા પણ પ્રવાસીઓ માટે મુખ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોઇપણ ચાર્જ વગર ટેલિસ્કોપથી દૂરના પક્ષીઓ સરળતાથી જોઈ શકે છે. સાથોસાથ ગાઈડ પણ ત્યાં રહે છે, જેઓ તમામ પક્ષીઓથી માહિતગાર હોવાથી આવનારા પ્રવાસીઓને સમજાવે છે અને તે પછી કયા દેશનું છે તેનું વર્ણન કરે છે. જેને લઇ પ્રવાસીઓને પણ સમજવામાં સરળતા અનુભવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ એક ક્લિક પર...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More