ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં RTOની નવી સિરીઝની જાહેરાત કરી દેવામાં આવી છે. અંજાર, ગાંધીધાર, રાપર અને ભચાઉ તાલુકા માટે નવી સિરીઝ જાહેર કરી છે. આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ GJ-39 સિરીઝની જાહેરાત કરી હતી. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે હવેથી અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં GJ-39 નંબર લાગશે.
ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, જાણો કયા વિસ્તારોમાં રેડ એલર્ટ, ક્યાં ઓરેન્જ એલર્ટ
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધી ધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં હવે GJ-39 લાગશે. આ નિર્ણયથી વાહન ચાલકોને મોટો ફાયદો થશે. તમને જણાવી દઈએ તો વિસ્તાની દ્રષ્ટીએ કચ્છ જિલ્લો સૌથી મોટો છે. ત્યારે ગુજરાત રાજ્યનો ટ્રાન્સપોર્ટ વાહન ધરાવતો પ્રથમ જિલ્લો છે.
હવેથી અંજાર ગાઘીધામ,રાપર અને ભચાઉ તાલૂકા ના લોકોના
વાહનોને GJ-39 તરીકે નવી ઓળખ મળશે- હર્ષ સંઘવી.— Harsh Sanghavi (@sanghaviharsh) July 1, 2023
PM મોદીને બદનામ કરવાનું કાવતરું ઘડનાર ભરાઈ, ગુજરાત HCના આદેશ બાદ જવું પડશે જેલમાં
પૂર્વ કચ્છના લોકોને વાહન વ્યવહાર કચેરી માટે છેક જિલ્લા મથક કચેરી ભૂજ સુધી ધક્કો ખાવો પડતો હતો. જે બાદ પૂર્વ કચ્છના અંજાર વિસ્તારના લોકો માટે નવી સહાયક વાહન વ્યવહાર કચેરી નિર્માણ પામી હતી. હવે લોકો લાયસન્સ સહિતની અન્ય કામગીરી માટે અંજાર આરટીઓ ખાતે લાભ લઈ રહ્યા છે, સાથે જ નવી કચેરી સાથે પૂર્વ કચ્છને નવા આરટીઓ કોડ GJ-39 મળ્યો છે.
જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટતા જળબંબાકાર, તમારા વિસ્તારની શું છે પરિસ્થિતિ ખાસ જાણો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે