રાજકોટ : શહેરના મોબરી રોડ પર એક કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા ભૂપત હાપલીયાએ કારખાનામાં કામ કરતી સગીરાની છેડતી કરવાની ઘટના સામે આવી છે. તરૂણીને મેનેજર દ્વારા સગીરાને ઓફીસમાં કામ માટે બોલાવવામાં આવ્યા બાદ અચાનક તેને બાથમાં ભરી લીધી હતી. જો કે સગીરાએ પ્રતિકાર કરતા તેને છોડી દીધી હતી. જો કે લંપટ મેનેજર એટલે અટક્યો નહોતો અને સાંજે ફરી તે ચા આપવા માટે ઓફીસમાં ગઇ તો મેનેજરે ફરીથી તેને પોતાની તરફ ખેંચી લીધી હતી અને ગાલ પર કિસ કરી લીધી હતી.
સુરત: 1300 કેરેટનો કરોડોનો હીરો લઇને કારીગર ફરાર થઇ જતા ચકચાર
મેનેજરની હરકતોનાં કારણે સગીરા ખુબ જ ગભરાઇ ગઇ હતી. જો કે તે સાંજે જ્યારે ઘરે પહોંચી તો રડવા લાગી હતી. ઘરે ગયા બાદ પરિવારને તેણે સમગ્ર હકીકત જણાવી હતી. જેથી તેનાં પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સગીરાની માતાની ફરિયાદનાં આધારે સંત કબીર રોડ ખાતે આવેલા આર્યનગરમાં રહેતા અને ઇમિટેશનનાં કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા ભૂપત હાપલીયા સામે 354 (ક) તથા બાળકોનાં રક્ષણ માટેની કલમ 7 અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે