Home> Gujarat
Advertisement
Prev
Next

ગોડાઉનમાંથી 9 લાખનાં સ્કુટરની થઇ ચોરી, સત્ય સામે આવ્યું માલિકોનાં પગ તળેથી જમીન ખસી ગઇ

શહેરમાં બાઇકનું વેચાણ કરતી કંપનીમાંથી માત્ર ૫ ધોરણ પાસ સગીરોએ કરી રૂપિયા ૯ લાખના સ્કૂટર બાઇકની ચોરી, કંપનીના ગોડાઉનમાંથી સ્ટાફના જ બે સગીર યુવકે ૧૨ હોન્ડા સ્કુટર અને ૧ હોન્ડા સાઈનની ચોરી કરી તોફિક નામના વ્યક્તિને વેચી દીધા. જે બાબત મેનેજરના ધ્યાને આવતા તેણે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે આધારે પોલીસે બે સગીર અને તોફિક નામના વ્યક્તિને ઝડપી લઈ ૧૩ બાઇકો રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોડાઉનમાંથી 9 લાખનાં સ્કુટરની થઇ ચોરી, સત્ય સામે આવ્યું માલિકોનાં પગ તળેથી જમીન ખસી ગઇ

નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં બાઇકનું વેચાણ કરતી કંપનીમાંથી માત્ર ૫ ધોરણ પાસ સગીરોએ કરી રૂપિયા ૯ લાખના સ્કૂટર બાઇકની ચોરી, કંપનીના ગોડાઉનમાંથી સ્ટાફના જ બે સગીર યુવકે ૧૨ હોન્ડા સ્કુટર અને ૧ હોન્ડા સાઈનની ચોરી કરી તોફિક નામના વ્યક્તિને વેચી દીધા. જે બાબત મેનેજરના ધ્યાને આવતા તેણે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે આધારે પોલીસે બે સગીર અને તોફિક નામના વ્યક્તિને ઝડપી લઈ ૧૩ બાઇકો રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

fallbacks

જામનગર: કોંગ્રેસ વિરોધનાં ઉન્માદમાં ભુલ્યું ભાન, મેયરનાં ટેબલ પર ચડી રામધુન બોલાવી

ભાવનગર શહેરમાં હોન્ડા કંપનીના સ્કુટર અને બાઈક નું વેચાણ કરતા ઇટરનલ હોન્ડા શોરૂમ ના ગોડાઉન માંથી વર્ષ ૨૦૧૯ ના એપ્રિલ માસથી સપ્ટેમ્બર માસ દરમ્યાન ૧૨ એકટીવા ફાઈવ જી સ્કુટર અને ૧ હોન્ડા સાઈન બાઈક ની ચોરી આ શોરૂમ માં કામ કરતા બે સગીરે કરી હતી. સમયાન્તરે મોકાનો લાભ ઉઠાવી એક પછી એક સ્કુટર ની ચોરી કરી તેઓ તૌફીક નામના ઇસમને ચોરેલા સ્કુટર અને બાઈક સસ્તા ભાવે વેચી દેતા હતા. કંપનીના ગોડાઉનમાં મોટા જથ્થામાં બાઇકો પડી રહેતી હોય જેના કારણે અત્યાર સુધીમાં શોરૂમના કોઈ વ્યક્તિને ખ્યાલ ના હતો અને ૬ માસના સમયગાળામાં ૧૩ જેટલા વાહનો તેના ગોડાઉન માંથી બહાર પગ કરી ગયા. આ વાહનો બજારમાં ફરતા હતા પરંતુ તેનું આર.ટી.ઓ પાસીંગ કે નંબર વગર રસ્તા પર દોડી રહ્યા હતા. 

ગુટખા ખાનારાઓ સાવધાન: સુરતમાંથી મળ્યું એવુ કાંઇક કે તમે ચોંકી ઉઠશો !

પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન એક સ્કુટર ચાલક ને ઉભો રાખી કાગળો ની માંગ કરતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. જો કે તેમાં પ્રથમ મેનેજર ને આ બાબતે વાકેફ કરતા મેનેજરે સ્ટોક ની ગણતરી કરતા વાહનો ની ચોરી થયા નું જણાતા પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસે પકડાયેલ વ્યક્તિની પૂછપરછ માં તોફિક નામના વ્યક્તિ પાસેથી બાઈક ખરીદી હોવાનું બહાર આવતા પોલીસે તોફિકને ઉઠાવી લઈ સઘન પૂછપરછ શરૂ કરી હતી જેમાં કંપનીમાં જ કામ કરતા 2 સગીરોની પોલીસને માહિતી મળી હતી.

ભરૂચ : 7 દિવસથી કોમામાં રહેલો યુવાનનું મોત, ઘટના છે ચોંકાવનારી

જેથી પોલીસે બંને સગીરો ઉઠાવી લઈ ને ત્રણેની પાસેથી માહિતી મેળવતા બંને સગીરોએ કુલ ૧૩ જેટલા બાઇકોની ચોરી કરી ટોફિકને વેચી દીધાની કબૂલાત કરતા પોલીસે તમામ ૧૩ બાઇકો જેને વેચાણ કર્યા હતા ત્યાંથી રિકવર કરી કુલ રૂ. ૮,૪૮,૦૦૦ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. હાલ આ તમામ સ્કુટર સહીત ત્રણેય આરોપીઓ ને નિલમબાગ પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે. જયારે હજુ વધુ સ્કુટર ચોરી નો ભેદ ઉકેલાય અને વધુ બાઇકો ચોરી કર્યા અંગેની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More