Gujarat Weather Forecast હિતલ પારેખ/ગાંધીનગર : હાલ સમગ્ર ગુજરાત વાવાઝોડા અને વરસાદની બાનમાં છે. લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. કુદરત કહેર વરસાવી રહ્યું છે. આવામાં એક ચમત્કાર જોવા મળ્યો છે. ગાંધીનગરમાં પલ્લી માટે પ્રખ્યાત રૂપાલના વરદાયિની માતાએ પોતાની હયાતીનો પરચો આપ્યો છે. વાવાઝોડાના પ્રકોપ વચ્ચે ચમત્કાર જોવા મચ્યો છે. ભક્તો આ ઘટનાને માતાનો પરચો ગણાવી રહ્યાં છે.
બે અલગ દિશામાં ફરકી માતાની ધજા
આજે રાજ્યના પાટનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતમાં પડી રહેલા વરસાદની જેમ ગાંધીનગરમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા સવારથી પડી રહ્યા છે. તો પવન ફૂંકાયો છે. આ વચ્ચે રૂપાલે ગામે આવેલ વરદાયિની માતાના મંદિરમાં કૌતુહલ જન્માવે તેવી ઘટના બની છે. મંદિર પરની બે ધજા વિરોધી દિશામા લહેરાયેલી જોવા મળી છે. ભારે પવન હોવા છતાં બે ધજા અલગ અલગ દિશામાં ફરકે છે.
શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ન પડે! પલ્લીથી પ્રસિદ્ધ રૂપાલ ગામના મંદિર પરની બે ધ્વજા અલગ અલગ દિશામાં ફરકતી જોવા મળી..#Rupal #palle #rupalnipalli #gujarat #temple #faith #ZEE24kalak #viral #trendingnow pic.twitter.com/igogahkBAx
— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2023
ભક્તોએ વરદાયિની માતાનો પરચો ગણાવ્યો
અમુક વખતા મા એની હયાતીનો પરચો આપતી હોય છે. આજે ભારે પવનમાં મંદિર પરની એક ધજા દક્ષિણ તરફ અને બાકીની બધી ધજાઓ ઉત્તર તરફ ફરકતી હતી. ભક્તોને આ દ્રષ્ય જોઈને કુતૂહલ થયું હતું.
જુનાગઢમાં તોફાની તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, મસ્જિદની બહાર જ શીખવ્યો પાઠ
આજે વરસાદની ક્યાં ક્યાં આગાહી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 41 સી 61 કિલોમીટરની ઝડપે પવન અને થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો કચ્છ પર હજી પણ ઘાત છે. કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. તો રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 40 કિલોમીટરની ઝડપે પવન સાથે છૂટો છવાયો વરસાદ રહેશે.
બનાસકાંઠામાં આભ ફાટ્યું, વાવાઝોડાની અસરથી ઉત્તર ગુજરાત પર આવ્યું મોટું સંકટ
આગામી 3 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે, પાણીમાં અડધા ડૂબાય તેવા ધોધમાર વરસાદની આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે