Home> Gujarat
Advertisement
Prev
Next

'હું વિદેશ જાઉં છું અને લગ્ન કરી લઈશ મને શોધશો નહિ', મેસેજ કરી મહિલા પોલીસકર્મી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી મળી

'હું મારી મરજીથી વિદેશ જઉં છું' એવો સંદેશો મોકલીને ગુમ થયેલી ડભોઇ પોલીસ મથકમાં નોકરી કરતી મહિલા કોન્સ્ટેબલ મણિબેન ચૌધરીને વિધર્મી પ્રેમી સદામ ગરાસિયા સાથે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી ડભોઈ પોલીસે પકડી પાડી છે અને પોલીસ બંનેને લઈને ડભોઈ આવવા રવાના થઈ ગઈ છે.

'હું વિદેશ જાઉં છું અને લગ્ન કરી લઈશ મને શોધશો નહિ', મેસેજ કરી મહિલા પોલીસકર્મી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી મળી

વડોદરા: રાજ્યમાં વિધર્મી પ્રેમીઓ સાથે હિન્દુ યુવતીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વડોદરામાં ડભોઈ પોલીસ સ્ટેશનની ગુમ થયેલી મહિલા કોન્સ્ટેબલ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી મળી આવી છે. વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ બોર્ડર ક્રોસ કરી રહી હતી, ત્યારે તે ઝડપાઈ હતી. ગઈકાલે (બુધવાર) મહિલા કોન્સ્ટેબલના પતિએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

fallbacks

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે 'હું મારી મરજીથી વિદેશ જઉં છું' એવો સંદેશો મોકલીને ગુમ થયેલી ડભોઇ પોલીસ મથકમાં નોકરી કરતી મહિલા કોન્સ્ટેબલ મણિબેન ચૌધરીને વિધર્મી પ્રેમી સદામ ગરાસિયા સાથે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી ડભોઈ પોલીસે પકડી પાડી છે અને પોલીસ બંનેને લઈને ડભોઈ આવવા રવાના થઈ ગઈ છે. મહિલા કોન્સ્ટેબલને ડભોઇ લાવ્યા બાદ વધુ વિગત સામે આવશે. 

મહાકાળીના ભક્તો માટે મોટા સમાચાર! હવે પાવાગઢમાં સેકન્ડોમાં માતાજીના દ્વારે પહોંચાશે

ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મણિબેન ચૌધરી (ઉં.વ.24) (રહે. થેરવાડા, જિ.બનાસકાંઠા) 16 જાન્યુઆરીએ 8 દિવસની રજાનો રિપોર્ટ મૂકીને સાંજે 6 વાગે પોલીસ સ્ટેશનમાંથી નીકળી ગયા હતા અને બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતી પોતાની મોટી બહેનને મેસેજ કર્યો હતો કે ‘હું મારી મરજીથી વિદેશ જઉં છું.’ ત્યારબાદ મણિબેન ચૌધરીનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ પછી પરિવારજનો ડભોઈ પોલીસ મથકે પહોંચ્યાં હતાં અને પોલીસ મથકે જાણવાજોગ અરજી કરી હતી. 

ગુજરાતનું એક અનોખુ મંદિર! આજે અહીં મિનરલ વોટર ચઢાવવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ!

પોલીસ આ ઘટનામાં તપાસ કરતા જાણવા મળ્યું કે મોટા હબીપુરાનો યુવક સદામ ગરાસિયા પણ ગુમ થઇ જતાં બંને સાથે ગયાં છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી હતી. વડોદરા જિલ્લા પોલીસે વિવિધ ટીમો બનાવીને મહિલા પોલીસ-કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરી હતી. બંને પાસે કોઈપણ પ્રકારનો પાસપોર્ટ નથી, પણ તેમણે ગત 28મી ડિસેમ્બરના રોજ મૈત્રી કરાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. બંને છેલ્લા 6 માસથી પરિચયમાં હતા અને એ પછી તેઓ ભાગ્યાં હતાં.

ગુજરાત સરકારના નિયમોની ઐસીતૈસી! આ સ્કૂલે તો ભારે કરી! બંડી જેવા સ્વેટરમાં...'

મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલાં રજા મૂકી ભેદી સંજોગોમાં મહિલા કોન્સ્ટેબલ ગુમ થઇ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. તેમની રજૂઆતના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ડભોઈ પોલીસની અલગ અલગ ત્રણથી ચાર ટીમો તપાસમાં જોડાઈ હતી અને પોલીસને મહારાષ્ટ્રમાં હોવાની વિગતો મળી હતી. જેથી પોલીસની અમુક ટીમ મહારાષ્ટ્ર તરફ રવાના કરાઈ હતી ત્યારે બંન્ને કોલ્હાપુરથી મળી આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More