Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ગુંડારાજ! ટોળાએ યુવકોને ચોર સમજી અધમૂઆ કરીને માર માર્યો, બેના મોત

mob lynching in vadodara : વડોદરામાં મોબ લિંચિંગની ઘટના.... ચોરી કરવા ગયેલા શખ્સો પર તૂટી પડ્યા લોકો.. ઢોર માર મારવાના કારણે બેના મોત...  મૃતક સહિત બંને શખ્સ રીઢા ગુનેગાર હોવાનું આવ્યું સામે... 

ગુજરાતમાં ગુંડારાજ! ટોળાએ યુવકોને ચોર સમજી અધમૂઆ કરીને માર માર્યો, બેના મોત

Vadodara News જયંતિ રવી/વડોદરા : ટોળાને ના આંખો હોય છે. ના બુદ્ધી. ટોળાએ ભેગા થઈને કરી નાંખી બે લોકોની હત્યા ..વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિના સમયે ચોર આવ્યા.. ચોર આવ્યા... ની બૂમો પડે છે. ત્યારબાદ લોકોના ટોળા એકત્રિત થાય છે. ત્યારે ગત મોડીરાત્રે વારસિયા વિસ્તારમા અડધી રાત્રે બે યુવકને ચોર સમજી નગ્ન કરી ટોળાએ બેરહેમીપૂર્વક માર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેનું પણ મોત નિપજ્યું .. પોલીસ શું કરતી હતી? અમને ન્યાય જોઈએ છે. આ ઘટનામાં ટોળા સામે મોબ લિચિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો.

fallbacks
  • વડોદરામાં બે યુવકને ચોર સમજ્યાં 
  • નગ્ન કરી ક્રૂરતાથી માર્યા
  • મોબ લિંચિંગથી હાહાકાર 
  • ટોળાએ ઢોરમાર માર મારતા 2નાંમોત
  • શાબાશ ખાન પઠાણની ટોળાએ કરી હત્યા 
  • મિત્ર અલી દૂધવાલાની ટોળાએ કરી હત્યા 

કોણ છે મૃતક યુવકો 
મૃતક યુવક સામે 10 ગુના અગાઉ ચોરીના નોંધાયેલા છે અને તાજેતરમાં જ પાસામાંથી છૂટેલ છે. બીજો યુવાન 7 ગુનામાં સંડોવાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ટોળા સામે મોબ લિંચિંગ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. મૃતક સહિત ત્રણેય શખસ ચોરીની બાઈક લઈને ચા પીવા માટે ગયા હોવાની જાણકારી છે. પોલીસ બચાવવા ગઈ ત્યારે ત્રણ પોલીસકર્મીને પણ ઈજા પહોંચી છે. આ અંગે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચોરીની બાઈક અંગે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. ત્રણેય યુવકો પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાતો સામાન પણ ઝડપાયો હતો.

ગુજરાતમાં શરૂ થઈ વાવાઝોડાની અસર! અમદાવાદમાં ધોધમાર વરસાદ, વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ

 

 

શું છે મામલો ?
એક વાહન પર આવ્યા ત્રણ યુવક આવ્યા હતા તે વાહન પણ ચોરીનું જ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આજવા રોડથી બાઈક ચોરીને ફતેપુરા આવતા હતા. મદાર મહોલ્લા પાસે ચા પીવા રોકાયા હતા, બાદમાં ઝુલેલાલ મંદિર નજીક લોકોએ રોકીને પૂછતા ભાગવાની કોશિશ કરી હતી. સાંજે બાઈકની ચોરી કરી રાત્રે તે જ બાઈક લઈને ચોરી કરવા ચોર નીકળ્યા હતા...

  • આ ઘટનાથી અનેક સવાલો થઈ રહ્યાં છે 
  • મારવાની પરમિશન કોણે આપી?
  • કોઈની હત્યાના રાઇટ કોને આપ્યા છે
  • આજે એક માનો દીકરો જતો રહ્યો 
  • મારવાનો અધિકાર કોઈને નથી ?

પોલીસે સમગ્ર વિસ્તારમાં પરિસ્થીતી પર કાબુ મેળવ્યો છે.પરંતુ બે લોકોના મોત મામલે આખા વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં પરિસ્થીતી પર કાબુ મેળવ્યો છે. પરંતુ બે લોકોના મોત મામલે આખા વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. 

રાજકોટની હોસ્પિટલમાં અડધી રાતે દર્દીઓને ઉઠાડી જબરદસ્તી ભાજપના સભ્ય બનાવાયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More