રાજકોટ :તરુણાવસ્થા એટલે એવી અવસ્થા જેમાં યોગ્ય દિશા અને સલાહ ન મળી રહે તો ઘણી સમસ્યાઓ સર્જાય છે. આ એવો સમય છે જેમાં શારીરિક, માનસિક ઘણા પરિવર્તન આવે છે અને આ પરિવર્તન સાથે તાલમેળ ન મળે તો વિવિધ પ્રકારની સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. યોગ્ય સલાહ ત્યારે આપી શકાય જ્યારે સમસ્યા યોગ્ય રીતે જાણી શકાય. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ ભવન અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 4410 તરૂણો પાસેથી માહિતી એકત્ર કરી.
13 થી 15 વર્ષના છોકરાઓની સમસ્યાઓ
કુલ સંખ્યા: 1100
આ બધી સમસ્યાઓ સાથે બીજી પણ અમુક સમસ્યાઓ જોવા મળી જેમ કે આત્મવિશ્વાસનો અભાવ, એકાગ્રતાનો અભાવ, પોતે કંઇક બીજું કરવું છે અને પરિવાર માતા પિતાની ઈચ્છા જુદી છે, માતા પિતા અને શિક્ષકોનો ડર લાગે છે, આત્મહત્યાવૃત્તિ, પોતાના દેખાવ અંગેની ચિંતા, સ્વદોષ ભાવ, કોઈ સમજતું નથી, વગેરે સમસ્યાઓ જોવા મળી.
13 to 15 વર્ષની તરુણીઓમાં જોવા મળતી સમસ્યા
16થી 18વર્ષની તરુણીઓમાં જૉવા મળતી સમસ્યાઓ
કુલ સંખ્યા=1010
10% - યાદ રહેતું નથી
14% - નકારત્મક વિચાર
32% - મોબાઇલ એડીશન
09% - ગુસ્સો આવવો
10% - ભવિષ્ય વિશે ચિંતા
15% - પ્રેમ અને અંગત સબંધમાં નિષ્ફળતા
10% ને કોઈ જાતિય રીતે પરેશાન કરશે તો એવો ડર, ઘર પરિવાર થી બહાર જાય ત્યાં બધે જ અન્ય સમસ્યાઓ જેમાં ગભરામણ થવી, ફેમીલી પ્રોબ્લેમ, રાત્રે ડર લાગવો, શિક્ષક પર ગુસ્સો, અન્ય વ્યકિત સાથે વાત કરવાની બાઇક, સ્કૂલ જવુ ના ગમવું જેવી સમસ્યાઓ હતી.
16 થી 18 વર્ષના તરુણોમાં જોવા મળતી સમસ્યાઓ
કુલ સંખ્યા= 1000
ડો. ધારા દોશીએ જણાવ્યું કે, આ સિવાય બીજી કેટલીક નાની મોટી સમસ્યાઓ ઓ જણાઈ હતી જેમકે ભવિષ્ય અને કરિયર વિશેની ચિંતા, સામાજિક સમસ્યાઓ, સબંધોમાં નિષ્ફળતા, કૌટુંબિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો વગેરે સમસ્યાઓ હતી. તરુણાવસ્થા એ વયનો નાજુક સમયગાળો છે. જ્યારે બાળક તરુણાવસ્થામાં પહોંચે છે, ત્યારે તેનામાં શારીરિક અને માનસિક ફેરફારો શરૂ થાય છે. છોકરીઓ માટે, ઉંમરનો આ તબક્કો જેટલો સુંદર છે તેટલો જ પડકારજનક પણ છે. તેના મનમાં ઘણી જિજ્ઞાસાઓ છે. તે સમયે માતા-પિતાએ તેની સાથે બેસીને તેના પ્રશ્નોના તાર્કિક જવાબ આપવા જોઈએ. તેમના પ્રશ્નોને હવામાં ઉડાડશો નહીં, હસશો નહીં, જોક્સ કરશો નહીં. નહિંતર તેઓ તમારી સાથે કંઈપણ શેર કરશે નહીં. જીવનના અનુભવોના માર્ગદર્શન અને વહેંચણી માટે ખાસ કરીને આ ઉંમરે માતા-પિતાનો ભાવનાત્મક ટેકો જરૂરી છે.
મિત્રો કહે પાર્ટીમાં જાવ, મમ્મી-પપ્પા કહે પૂજામાં જાવ. ક્યાં જવું છે? તમે કોને સાંભળો છો? આ મૂંઝવણ દરેક કિશોરના મનમાં હોય છે
મનોવૈજ્ઞાનિક સલાહ
બાળકોને સમજાવો કે તેમની પોતાની ઇચ્છા, તેમની વિચારસરણી અને તેમના નિર્ણયો કેટલા મહત્વપૂર્ણ છે. તમારી સાથે દરેક વસ્તુ, દરેક સમસ્યા શેર કરો. જો કોઈ તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ લાવવા માંગે છે, તો તેમણે તેમની ઈચ્છા વિરુદ્ધ દબાણમાં આવવું જોઈએ નહીં. બીજાના પ્રભાવમાં રહેનાર વ્યક્તિને કમજોર માનવામાં આવે છે. આ તેમના ભવિષ્ય અને સંબંધોને કરી શકે છે, તેમને આ સમજાવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે