Home> Gujarat
Advertisement
Prev
Next

આધુનિકતા કે વિકૃતી? પત્નીને નોનવેજ ખાવા બિયર પીવા કરતો દબાણ, સંતાનને બિયરના ટીન રમવા આપતો

ઝુંડાલમાં રહેતી પરિણીતાએ લગ્ન બાદ દુબઇ જઇને પાશ્યાત સંસ્કૃતિના રંગમાં રંગાયેલા પતિનો કડવો અનુભવ થયો હતો. તે પોતાની પત્નીને નોનવેજ ખાવા માટે મજબુર કરતો હતો. બિયર અને નોનવેજ ખાવાની ફરજ પાડતો હતો. આ ઉપરાંત પોતાના બે વર્ષ નાના પુત્રને બિયરના ખાલી ટીન રમવા માટે આપતો હતો. આ ઉપરાંત જો તે નોનવેજ ન ખાય તો શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આખરે તે પરિણીતાને મુકીને દુબઇ જતો રહ્યો હતો. જેના પગલે કંટાળેલી મહિલાએ સાસુ સસરા વિરુદ્ધ દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

આધુનિકતા કે વિકૃતી? પત્નીને નોનવેજ ખાવા બિયર પીવા કરતો દબાણ, સંતાનને બિયરના ટીન રમવા આપતો

ગાંધીનગર : ઝુંડાલમાં રહેતી પરિણીતાએ લગ્ન બાદ દુબઇ જઇને પાશ્યાત સંસ્કૃતિના રંગમાં રંગાયેલા પતિનો કડવો અનુભવ થયો હતો. તે પોતાની પત્નીને નોનવેજ ખાવા માટે મજબુર કરતો હતો. બિયર અને નોનવેજ ખાવાની ફરજ પાડતો હતો. આ ઉપરાંત પોતાના બે વર્ષ નાના પુત્રને બિયરના ખાલી ટીન રમવા માટે આપતો હતો. આ ઉપરાંત જો તે નોનવેજ ન ખાય તો શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આખરે તે પરિણીતાને મુકીને દુબઇ જતો રહ્યો હતો. જેના પગલે કંટાળેલી મહિલાએ સાસુ સસરા વિરુદ્ધ દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

fallbacks

પાલેજમાં પરંપરાગત હોળી દહનનો કાર્યક્રમ, જાણો હોળીની જાળના આધારે અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

ગાંધીનગરના ઝુંડાલ ખાતે રહેતી પરિણીતાએ અડાલજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર મુળ સાણંદના યુવક સાથે વર્ષ 2016માં લગ્ન થયા હતા. લગ્ન જીવનમાં તેમને એક પુત્રને જન્મ આપ્યો હતો. 2017માં તેના પતિ સાથે દુબઇ રહેવા માટે ગઇ હતી. જ્યાં તેનો પતિ VFS ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફાયનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. લગ્નનાં થોડા સમય સુધી પરિણીતાને તેનો પતિ ખુબ જ સારી રીતે રાખતો હતો. જો કે સાસુ તેમજ પરિવાર યુવક પાસે ફોન કરીને દહેજની માંગ કરતો હતો. દંપત્તી વચ્ચે નાના મોટા ઝગડાઓ થવા લાગ્યા હતા. 

Dwarka: ભક્તો અને પુજારી પરિવારની માંગને પગલે મોડી સાંજે મંદિર ભક્તો માટે ખુલ્યું

પરિણીતાએ જ્યારથી દીકરી જન્મી ત્યારથી પતિ ઘરે આવીને ધમાલ કરતો હતો. નાની દીકરી પણ બિયર પીવડાવવાને પ્રયત્ન કરતો હતો. ખુદ પરિણીતાને પણ બળજબરી બિયર પીવડાવવાનો પ્રયાસ કરતો હતો. પોતાના સંતાનને રમવા માટે રમકડના બદલે બિયરના ટીન આપતો હતો. જો તે ન પીવે તો તુ તો સાવ દેશી છે તેવા ટોણા મારતો હતો. આ ઉપરાંત મારઝુડ પણ કરતો હતો. આ ઉપરાંત પોતાના પિયરમાંથી પૈસા લાવવા માટે પણ દબાણ કરતો રહેતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More