ઝી ન્યૂઝ/અમદાવાદ: પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું અત્યાર સુધીમાં માત્ર 17 ટકા જ કામ પૂર્ણ થયું છે. એક RTIના જવાબમાં આ માહિતી સામે આવી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને આ માહિતી આપી છે. આ પ્રોજેક્ટને વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. પરંતુ એક ફેબ્રુઆરી 2022 સુધીમાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું લગભગ 17 ટકા કામ પૂર્ણ થયું છે.
NHSRCLએ પ્રોજેક્ટમાં મોડું થવા પાછળ કોરોના સંકટ, મહારાષ્ટ્રમાં ભૂમિ અધિગ્રહણમાં વાર લાગવી અને અન્ય ટેન્ડરને જવાબદાર ઠેરવ્યા છે. હજુ પણ 200 હેક્ટર જમીનનું અધિગ્રહણ બાકી હોવાનો પણ ખુલાસો થયો છે. લગભગ એક લાખ આઠ હજાર કરોડના ખર્ચે આ પ્રોજેક્ટને આકાર આપવામાં આવી રહ્યા હોવાનો ખુલોસ થયો છે.
મોદી સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પરંતુ આ પ્રોજેક્ટનું માત્ર 17% કામ જ પૂર્ણ થયું છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ આરટીઆઈમાં આ માહિતી આપી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લાગુ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રોજેક્ટનું અત્યાર સુધીમાં કેટલું કામ પૂર્ણ થયું છે, તેવા પ્રશ્નના જવાબમાં NHSRCLએ જણાવ્યું હતું કે, "મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનું લગભગ 17% કામ 1લી ફેબ્રુઆરી 2022 સુધી પૂર્ણ થઈ ગયું છે." NHSRCL એ પ્રોજેક્ટમાં વિલંબ માટે કોરોના મહામારી, મહારાષ્ટ્રમાં ભૂમિ અધિગ્રહણમાં વિલંબ અને અન્ય ટેન્ડરોને જવાબદાર ઠેરવ્યા છે.
આરટીઆઈનો જવાબ આપતા NHSRCLએ જણાવ્યું હતું કે, "સંયુક્ત સંભવિતતા અહેવાલ મુજબ, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. જો કે, આ પ્રોજેક્ટ કયા સમય સુધીમાં પૂર્ણ થશે તે મૂલ્યાંકન કર્યા પછી નક્કી કરવામાં આવશે.
અત્યાર સુધીમાં કેટલી જમીન સંપાદિત કરવામાં આવી છે તે પ્રશ્નના જવાબમાં NHSRCLએ જણાવ્યું હતું કે, "લગભગ 1396 હેક્ટરની કુલ જમીનની જરૂરિયાતમાંથી લગભગ 1196 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે." તેનો અર્થ એ થયો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટે લગભગ 86% જરૂરી જમીન સંપાદિત કરી લીધી છે અને લગભગ 200 હેક્ટર જમીન હજુ કબજે કરવાની બાકી છે.
શું તમારું વાહન 15 વર્ષ જૂનું છે? જાણી લેજો નહિંતર આવી શકે છે તમારા પર તવાઈ
ખર્ચના સવાલ પર NHSRCL એ જવાબ આપ્યો કે પ્રોજેક્ટની અંદાજિત કિંમત "અંદાજે રૂ. 1,08,000 કરોડ છે. જો કે, તમામ ટેન્ડર અને પેકેજો બાદ સુધારેલ પ્રોજેક્ટ ખર્ચનું મૂલ્યાંકન કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે