ઝી મીડિયા/બ્યૂરો :સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદે આપઘાત કરતા ગુજરાત સહિત સમગ્ર દેશના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. મોહન ડેલકર (mohan delkar) ના આપઘાત બાદ તેમના પરિવાર અને સમર્થકોએ આક્ષેપો કર્યા છે કે, તંત્રની હેરાનગતિથી તેમણે આવુ પગલુ ભર્યું હતું. મોહન ડેલકરના મૃત્યુ બાદ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. મોહન ડેલકર 7 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. મોહન ડેલકરની સ્યુસાઈડ નોટમાં શુ લખેલું હતું એ હજી બહાર આવ્યુ નથી. ZEE 24 કલાકની ટીમે મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકર સાથે ખાસ વાતચીત કરી. ZEE 24 કલાક સાથેની વાતમાં તેમના પુત્ર અભિનવે (abhinav delkar) મહત્વના ખુલાસા કર્યા. અભિનવે પ્રફુલ્લ પટેલ (praful patel) સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપ કર્યા. તેમના પિતાને માનસિક તણાવ આપવામાં આવ્યો હોવાની વાત અભિનવે જણાવી. સ્યુસાઈડ નોટ 12 થી 13 પાનાની હતી. ઘણા મહિનાઓથી હેરાન કરાતા હોવાના તેમના પુત્રએ આક્ષેપ કર્યા છે. સાથે જ હવે ડેલકર પરિવાર નિષ્પક્ષ તપાસ થાય તે માટે ન્યાય માંગી રહ્યો છે.
તેમણે દાદરાનગર હવેલી (dadra nagar haveli) ના પ્રશાસક પ્રફુલ પટેલ પર સીધા આક્ષેપો કર્યાં છે. સાથે જ કેટલાક મહત્વના ખુલાસા કર્યાં છે. સાથે જ પોતાના પિતાને માનસિક ત્રાસ અપાયાના આક્ષેપો તંત્ર પર મૂક્યા છે.
પ્રશ્ન - તમે પિતાના મોત પર કેવા આરોપ મૂકો છો
જવાબ - મારા પિતાએ ગત મહિને આત્મહત્યા કરી. એ કંઈ એક-બે મહિનાનો નિર્ણય ન હતો. મારા પિતા લગભગ 16 થી 18 મહિનાનું ડેવલપમેન્ટ હતું. ઘણા ઈશ્યુ હતા. ઘણા ઉચ્ચા અધિકારઓ તેમાં સામેલ છે. એફઆઈઆરમાં ઘણા મોટા અધિકારીઓના નામ જાહેર થયા છે. તેમાં મુખ્ય આરોપી પ્રુફલ પટેલ છે. ઘણા સ્થાનિક અધિકારીઓ પણ તેમાં ઈન્વોલ્વડ છે. 2019ના ઈલેક્શન પછી મારા પિતા ચિંતિત હતા. તેમને અનેકવાર હ્યુમીલેટ કરાયા. એવી પરિસ્થિતિમાં લાવવામાં આવ્યા કે માનસિક રીતે ત્રાસી ગયા હતા. તેથી તેમણે આ પગલુ ભર્યું હતું.
પ્રશ્ન - કયા પુરાવાના આધાર પર તમે આ આરોપ મૂકી રહ્યા છો
જવાબ - પિતાજીએ સ્યૂસાઈડ નોટ લખેલી છે જેના આધાર પર આ આરોપ મૂક્યો છે. મુંબઈ પોલીસે પણ એ જ રીતે એફઆઈઆર થઈ છે. મેં સ્યૂસાઈડ નોટ વાંચી છે. મે જ ફરિયાદ કરી છે. તે આધાર પર પુરાવા થયા છે.
પ્રશ્ન - સ્યૂસાઈડ નોટમાં શું હતું, કોના નામ હતા
જવાબ - તેમાં ઘણા નામ છે. તેમાં મુખ્ય નામ પ્રફુલ પટેલનું છે. સ્યૂસાઈડ નોટ લાંબી છે. તે બહુ લાંબી છે. તે સમય આવશે ત્યારે જાહેર કરવામા આવશે. હાલ તે ઈન્વેસ્ટીગેશનમાં છે. તેમની સ્યૂસાઈડ નોટની તમામ માહિતી મેં સ્ટડી કરી છે.
પ્રશ્ન - આરોપીઓની શું ભૂમિકા હતી
જવાબ - મારા પિતાને રાજકારણમાં લાંબો સમય થયો હતો. તેમના કારણે નગરહવેલીનો વિકાસ થયો હતો. બધા જ કહે છે કે, આટલા સ્ટ્રોંગ માણસ કેવી રીતે આવુ પગલુ ભરી શકે. મારા પિતાએ આ અંગે મને વાત કરી હતી. પણ મેં વિચાર્યું ન હતું કે, તેઓ આવુ પગલુ ભરશે. જે દિવસે તેમણે આત્મહત્યા કરી તે આખો દિવસ તેમની સાથે હતો, મને એક ક્ષણ પણ એવુ ન લાગ્યું કે તેઓ આવુ પગલુ ભરશે. મારો પરિવાર હજી પણ શોક્ડ છે. તેમણે આવુ કેવુ સ્ટેપ લીધું કે તેમણે આવુ કર્યું. અમારા પરિવાર પર અનેકવાર ટાર્ગેટ કરાયા હતા. અમને પરેશાન કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. મારા પિતાને બદનામ કરવાના અનેક ષડયંત્રો થયા હતા.
પ્રશ્ન - સમગ્ર આરોપમાં પ્રફુલ પટેલને શું ફાયદો થાય,
જવાબ - એ તો તેઓ જાણે છે. આ તાનાશાહી 2016 થી ચાલી રહી છે. જે બાદમાં વધતી ગઈ. મારા પિતા સહિત અનેક સ્થાનિક લોકોને હેરાન કરવામાં આવ્યા. મારા પિતા લોકોના લીડર હતા, લોકો તેમની સાથે હતા તેથી તેમને ટાર્ગેટ કરાયા હતા. ગોવાથી લઈને પંજાબ સુધી એક જ સાંસદ હતા જે નોન બીજેપી હતા. ઈન્ડીપેન્ડન્ટ હતા. નોન બીજેપી હોવાની સાથે તેઓ પોપ્યુલર પણ હતા. આગામી ઈલેક્શનની ગણતરીને ધ્યાનમાં રાખીને તેમને ટાર્ગેટ કરાયા હતા.
સાથે જ અભિનવ ડેલકરે કહ્યું કે, સ્પીચમાં બોલ્યા હતા કે, અધિકારીઓએ તેમને હેરેસ કર્યાં છે. પણ ઉપર કોણ છે. ઉપરથી તંત્રનો આદેશ હતો કે તેમને હ્યુમીલેટ કરવું. પાર્લામેન્ટની એક ગરિમા હોય છે. દરેક પ્રોગ્રામમાં ઈન્સલ્ટ કરવું, હેરેસ કરવું, બોલવા ન દેવું આ બધુ જ ચાલ્યું. મારે એટલુ જ કહેવુ છે કે, મુંબઈ પોલીસનો મોટો રોલ છે. જે આશા હતી તે અમને મળી છે. જે રીતે અહી તેમના પર અત્યાચાર થયો હતો. ટ્રાઈબલ લીડર હતા, તેમને એવી સ્થિતિમાં નાંખી દો કે તેમણે આવુ પગલુ ભર્યું. મહારાષ્ટ્ર પોલીસને જોઈને લાગે છે કે અમને ન્યાય મળશે. જ્યાં સુધી અધિકારીઓ અહી રહેશે અમને ન્યાય નહિ મળે. નિષ્પક્ષ તપાસ થાય તેવુ ઈચ્છુ છું. પણ જ્યાં સુધી આવા અધિકારીઓ પોસ્ટ પર રહેશે ત્યાં સુધી ન્યાયની કોઈ અપેક્ષા નથી. હજી પણ એ આરોપી અધિકારીઓ પદ પર છે. અમારી ઈચ્છા છે કે, હાલના પ્રશાસક અને અધિકારીઓ બંનેને કાઢવામાં આવે. પ્રફુલ ખોડાભાઈ પટેલને, સંદીપ કુમારને કાઢવામા આવે. અમને મુંબઈ પોલીસ પર ભરોસો છે.
અભિનવ ડેલકર ચૂંટણી લડશે તે વિશે તેમણે કહ્યું કે, ડેલકર પરિવારને લોકોનો, કાર્યકર્તાનો પૂરતો સહયોગ રહ્યો છે. આગળ કોણ ઉભુ રહેશે તે હજી નક્કી કર્યું નથી. પહેલા હું મારા કાર્યકર્તાઓ સાથે વાત કરીશ તેના બાદ નિર્ણય લઈશ. પહેલા મારા કાર્યકર્તા અને પરિવાર સાથે ચર્ચા કરીશું. હાલ ન્યાય માટે અમારી લડાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે