હિમાશું ભટ્ટ, મોરબી: લોકસભા ચુંટણી 2019 માટે રાજકોટની ભાજપના ગઢ સમાન બેઠક ઉપરથી ભાજપના સીનીયર આગેવાન અને રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરવામાં આવ્યા છે. ત્યારે ગત લોકસભાની ચુંટણીમાં 2.46 લાખ મતોની લીડ સાથે ચુંટાયેલા મોહનભાઈ કુંડારિયાએ આગામી ચુંટણીમાં ત્રણ લાખ કરતા વધુ મતોની લીડ સાથે રાજકોટની બેઠક ઉપરથી ચુંટાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વધુમાં વાંચો: પંજાબના ખૂંખાર આરોપીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ, નરોડામાં પણ આપ્યો ગુનાને અંજામ
દેશમાં લોકસભાની ચુંટણીની જાહેર કરવામાં આવ્યા બાદ ભાજપ દ્વારા ધીમે ધીમે દેશની જુદીજુદી બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. તે દરમિયાન ગુજરાતની 26 બેઠકોમાંથી અત્યાર સુધીમાં કુલ મળીને 16 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં રાજકોટની બેઠક ઉપરથી વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરવામાં આવ્યા છે. ત્યારે તેમની રાજકીય કારકિર્દી ઉપર નજર કરીએ તો 1995થી તે ટંકારા પડધરીના ધારસભ્ય તરીકે સતત પાંચ ટર્મ સુધી ચુંટાયા છે.
ત્યારબાદ મોહનભાઈને લોકસભાની રાજકોટ બેઠક પરથી વર્ષ 2014માં ચુંટણીના મેદાનમાં ઉતારવામાં આવતા તેના ટીમ વર્ક અને ટેકેદારોની તનતોડ મહેનતથી મોહનભાઈ 2.46 લાખ મતની લીડ સાથે સાંસદ તરીકે ચુંટાયા હતા. આગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને તેઓની સાથે વાત કરતા તેમને વિકાસના મુદાને આગળ રાખીને કરેલા કામો લોકો સુધી લઇ જઈને ગત ચુંટણી કરતા પણ વધુ મોટી એટલે કે ત્રણ લાખ મતોની લીડથી આ લોકસભાની ચુંટણીમાં વિજયી બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વધુમાં વાંચો: પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના સહારે, પક્ષ પલટો કરનાર ત્રણેય MLAને ટિકિટ
* મોહનભાઈ કલ્યાણજીભાઈ કુંડારિયા (રાજકોટના સાંસદ)
- અભ્યાસ: ધો.10
- જન્મ તારીખ: 6/9/1951
- ધંધો: ખેતી, ઉદ્યોગ અને ટ્રેડ
- રહેણાંક: શિવમ પેલેસ, દર્પણ સોસાયટી, રવાપર રોડ, મોરબી
- વર્ષ 1995થી 2012 સુધી સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે
- બે વખત રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી તરીકેની અને એક વખત કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવબદારી સાંભળી છે
- દરેક જ્ઞાતિ સમાજમાં લોકપ્રિય છે, સંગઠન ઉપર પણ સારી એવી પકડ છે
- પક્ષને એક પણ બેઠક ગુમાવવી પોસાઈ તેમ નથી ત્યારે લોકસભાની ગત ચૂંટણીમાં 2.46 લાખ મતની લીડથી રાજકોટની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે મોહનભાઈ કુંડારિયા ચુંટાયા હતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે