Home> Gujarat
Advertisement
Prev
Next

લીલા તોરણે વધાવો! ગુજરાતમાં ચોમાસું આવ્યું, આગામી 48 કલાક ભારે, નવી આગાહી તબાહી મચાવશે

Monsoon Arrival In Gujarat : ગુજરાતમાં સત્તાવાર ચોમાસું શરૂ થયાની હવામાન વિભાગની જાહેરાત.... દક્ષિણ ગુજરાતથી શરૂ થયું ચોમાસું... નવસારી, વલસાડ અને ડાંગના અનેક વિસ્તારમાં જોવા મળી મેઘમહેર
 

લીલા તોરણે વધાવો! ગુજરાતમાં ચોમાસું આવ્યું, આગામી 48 કલાક ભારે, નવી આગાહી તબાહી મચાવશે

Gujarat Weather Update : ગુજરાતમાં આખરે વિધિવત રીતે આજથી ચોમાસાનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગે આ ખુશખબર આપ્યા છે. દક્ષિણ ગુજરાતમા નવસારી, ડાંગ અને વલસાડમાં આજે વરસાદનું આગમન થતા જ સત્તાવાર ચોમાસું બેસી ગયાના સમાચાર આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસુ બેસી ગયું છે. 

fallbacks

હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું  છે. નવસારી સુધી ચોમાસાનો પ્રવેશ થઈ છે.  

હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં મોટો ખુલાસો

વરસાદની આગાહી 
આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાજ્યભરમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. વરસાદની સાથે ઠંડરસ્ટ્રોમની પણ આગાહી છે. હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતથી આગળ ચોમાસું વધશે. પંચમહાલ, દાહોદ, અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં આવતી કાલે વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદની આગાહી છે. 

તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. 

તેમણે કહ્યું કે, આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે. 

ભવ્યાતિભવ્ય જીત બાદ કોંગ્રેસ કરશે ગેનીબેનનું સન્માન, આવી છે તૈયારીઓ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More