Home> Gujarat
Advertisement
Prev
Next

જય હો! સિક્કિમમાં શહીદ થયેલા વીર જવાનો માટે ગુજરાતમાંથી વહી દાનની સરવાણી, મોરારી બાપુએ આટલી કરી સહાય જાહેર

સિક્કિમમાં બસ ખાઈમાં ખાબકવાને કારણે ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયા હતા. આ શહીદોના પરિવારજનો માટે દેશમાં ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે કથાકાર મોરારી બાપુએ પણ શહીદો માટે સહાયની જાહેરાત કરી છે. 

જય હો! સિક્કિમમાં શહીદ થયેલા વીર જવાનો માટે ગુજરાતમાંથી વહી દાનની સરવાણી, મોરારી બાપુએ આટલી કરી સહાય જાહેર

અમરેલીઃ સિક્કિમમાં બસ ખાઈમાં ખાબકવાથી સેનાના 16 જવાન શહીદ થયા હતા.  આ અકસ્માત લાચેનથી લગભગ 15 કિલોમીટર દૂર ઝેમામાં સવારે લગભગ 8 વાગે થયો હતો. શુક્રવારે સવારે ભારત-ચીન સરહદ પાસે ઉત્તર સિક્કિમમાં સેનાની ગાડી રસ્તા પરથી લપસીને ખીણમાં જઈ ખાબકી. આ અકસ્માતમાં સેનાના 16 જવાન શહીદ થયા. જ્યારે 4 જવાન ઘાયલ થયા છે. આ તમામ જવાનો માટે ગુજરાતમાંથી પણ દાનની સરવાણી વહી છે. સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને પૂજ્ય મોરારી બાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય જાહેર કરી છે. 

fallbacks

ભારતના વીર સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવવા મોરારી બાપૂએ આજે તેમની વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 16 જવાનોના પરિવારોને રૂ. 25-25 હજારની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. બાપૂએ જણાવ્યું હતું કે, માં ભારતીની સેવા કરતાં આપણા વીર જવાનોના જીવન ખૂબજ અમૂલ્ય છે અને તેને નાણાકીય સહાયથી ભરપાઇ કરવું અશક્ય છે. તેમ છતાં તેમના પરિવારજનો પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં આર્થિક સહાય જાહેર કરાઇ છે.

આ પણ વાંચોઃ ATS અને કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા, હથિયારો અને ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ

આ દુર્ઘટના રાજ્યની રાજધાની ગંગટોકથી લગભગ 130 કિમીના અંતરે આવેલા લાચેનથી લગભગ 15 કિમી દૂર ઝેમામાં સવારે લગભગ 8 વાગે ઘટી હતી. ચુંગથાંગ સેનાની ગાડી 20 જવાનોને લઈને સરહદ પર આવેલી ચોકીઓ તરફ જઈ રહી હતી. ઝેમા પહોંચતા જ ગાડી એક વળાંક પર રસ્તા પરથી ઉતરી ગઈ અને ખીણમાં જઈ ખાબકી હતી. 

ખાઈમાં પડ્યા બાદ બસ ચકનાચૂર થઈ ગઈ હતી. આ બસ ત્રણ બસના એ કાફલાનો ભાગ હતી જે ચટ્ટેનથી થાંગુ માટે નીકળી હતી. ઝેમામાં  એક વળાંક પર ઢાળ જેવા રસ્તે વળતા બસ ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં શહીદ થનારામાં 3 જૂનિયર કમીશન્ડ ઓફિસર (JCO) અને 13 જવાન સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More