Home> Gujarat
Advertisement
Prev
Next

પબુભાના હુમલા બાદ મોરારીબાપુની પ્રતિક્રિયા, ‘હું માફી માગનારો અને આપનારો છું, મારા તરફથી વિવાદનો અંત થાય છે’

દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક (pabubha manek) દ્વારા મોરારીબાપુ પર કરાયેલા હુમલાની ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. અનેક લોકોએ આ ઘટનાને વખોડી છે. દ્વારકામાં થયેલા મોરારીબાપુ સાથે દુર્વ્યવહારને લઈ મોરારીબાપુનું નિવેદન સામે આવ્યું છે. મોરારીબાપુ (morari bapu) ના સમર્થનમાં આજે સમગ્ર તલગાજરડા સજ્જડ રીતે બંધ રહ્યું હતું. આવામાં  મોરારી બાપુએ તમામ લોકોને શાંતિની અપીલ કરી હતી. મોરારીબાપુએ કહ્યું કે, 

પબુભાના હુમલા બાદ મોરારીબાપુની પ્રતિક્રિયા, ‘હું માફી માગનારો અને આપનારો છું,  મારા તરફથી વિવાદનો અંત થાય છે’

ઝી મીડિયા/બ્યૂરો :દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક (pabubha manek) દ્વારા મોરારીબાપુ પર કરાયેલા હુમલાની ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. અનેક લોકોએ આ ઘટનાને વખોડી છે. દ્વારકામાં થયેલા મોરારીબાપુ સાથે દુર્વ્યવહારને લઈ મોરારીબાપુનું નિવેદન સામે આવ્યું છે. મોરારીબાપુ (morari bapu) ના સમર્થનમાં આજે સમગ્ર તલગાજરડા સજ્જડ રીતે બંધ રહ્યું હતું. આવામાં  મોરારી બાપુએ તમામ લોકોને શાંતિની અપીલ કરી હતી. મોરારીબાપુએ કહ્યું કે, 
શાંતિ જાળવો. હું માફી માગનારો અને આપનારો છું. મારા તરફથી વિવાદનો અંત થાય છે. 

fallbacks

ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી, કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું - સૂત્ર 

તો બીજી તરફ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે આ અંગે જણાવ્યું કે, સંતશ્રી પૂજ્ય મોરારીબાપુ સાથે દ્વારકામાં થયેલી ઘટના અત્યંત દુઃખદ છે. મોરારીબાપુ જ્યારે ભગવાન દ્વારકાધીશના દર્શને આવ્યા હોય અને દ્વારકાધીશની શરણમાં હોય ત્યારે તેમના ઉપર કરાયેલો હુમલાનો પ્રયાસ ખુબજ નિંદનીય અને અશોભનીય છે.

એક-એક મત પણ કિંમતી હોવાથી ભાજપના 4 ધારાસભ્યો એમ્બ્યુલન્સથી વોટ આપવા પહોંચ્યા 

વિશ્વની જગપ્રસિદ્ધ પૂજ્ય મોરારીબાપુના ચાલી રહેલા વિવાદની ઘટના બાદ સાધુ સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. સમગ્ર સંત સમાજમાં આ પીડાદાયક ઘટના ઘટી હોવાનો સંતોનો મત છે. ત્યારે સાવરકુંડલા માનવ મંદિર ના સંત પૂજ્ય ભક્તિ બાપુએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પ્રેમ અને કરુણાની મૂર્તિ સર્વ સમાજને સાથે રાખીને ચાલનાર આ આવા એક વિશ્વ પ્રસિદ્ધ સંત ઉપર હુમલો થાય એ સમગ્ર ધર્મ જગત માટે કલંકરૂપ ગણાય. સાધુ તો સંવાદનો માણસ છે અને આ 80 વર્ષીય સંત ઉપર આવો હુમલો થાય એ ખૂબ જ કરૂણ ઘટના ગણાય. પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે એ પ્રાર્થના સાથે ભક્તિ બાપુ એ પોતાની પ્રતિક્રિયા આપી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More