Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબી દુર્ઘટનામાં કથાકાર મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પી, ગઢડા ગોપીનાથજી- વીરપુરે વ્યક્ત કર્યો શોક

પૂજ્ય મોરારીબાપુએ રાજસ્થાનનાં નાથદ્વારામાં ચાલી રહેલ રામકથામાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

મોરબી દુર્ઘટનામાં કથાકાર મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પી, ગઢડા ગોપીનાથજી- વીરપુરે વ્યક્ત કર્યો શોક

મોરબી: મોરબીમાં આજે ઈતિહાસની બીજી સૌથી મોટી કરૂણ દુર્ઘટના બની છે. મોરબીમાં ઝુલતો પુલ તૂટવાથી 91થી વધારે લોકો મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે. આ અત્યંત કરુણ અને દુઃખદ ઘટનામાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે, તેમને માટે પૂજ્ય મોરારીબાપુએ રાજસ્થાનનાં નાથદ્વારામાં ચાલી રહેલ રામકથામાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને મૃતકોનો ચોક્કસ આંકડો નક્કી થયા બાદ પ્રત્યેક મૃતકના પરિજનોને રુપિયા પાંચ પાંચ હજારની સહાયતા રાશિ પણ અર્પણ કરવામાં આવશે.

fallbacks

ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા મદદની કરી જાહેરાત 
મોરબી ઝુલતો પુલ તૂટતા અનેક લોકોના મોત થતા ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા મદદની જાહેરાત કરવામાં આવી છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવન સ્વામીએ જાહેરાત કરી છે. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરીવારોને સરકાર દ્વારા જે સહાય કરશે, જેમા ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા જે પ્રકારની મદદની જરૂર હશે તે મદદ કરવાની જાહેરાત કરાઈ છે. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને ગોપીનાથજી મંદિર દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ છે.

આ પણ જુઓ વીડિયો:-

વીરપુર પૂજ્ય જલારામબાપાની જગ્યા દ્વારા શોક વ્યક્ત કર્યો
મોરબી દુર્ઘટના મામલે વીરપુર પૂજ્ય જલારામબાપાની જગ્યા દ્વારા શોક વ્યક્ત કરાયો છે. વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની 223મી જયંતીની સાદાઈથી ઉજવણી થશે. જલારામ બાપાની જગ્યાની તમામ ડેકોરેશની લાઈટોનો શણગાર ઉતારી લેવાયો છે. પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં આવતીકાલે કોઈપણ પ્રકારના શણગાર નહીં થાય. પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રા પણ રદ કરાઈ છે. અલગ અલગ ચોકમાં ફલોટસ તૈયાર નહિ કરવા તેમજ કેક સેલિબ્રેશન નહિ કરવા પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુબાપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More