Home> Gujarat
Advertisement
Prev
Next

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસે 73 મણ સુખડી બનાવી ગાયોને ખવડાવી

PM Modi Birthday : મોરબીમાં પીએમ મોદીના 73 મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.. ભાજપના આગેવાનો દ્વારા 73 મણ સુખડી બનાવીને પાંજરાપોળની ગાયોને ખવડાવવામાં આવી
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસે 73 મણ સુખડી બનાવી ગાયોને ખવડાવી

Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની આજે સમગ્ર ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે ૭૩ મણ સુખડી બનાવીને પાંજરાપોળ તથા ગૌશાળાઓમાં રાખવામાં આવેલ ગાયોને આપવામાં આવી. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી. 

fallbacks

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર ભારત દેશની અંદર ભાજપ પરિવાર દ્વારા જુદી જુદી જગ્યાઓ પર જુદી જુદી પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે મોરબી શહેરની ઉમા ટાઉનશીપ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને કેક કટીંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૌ માતાના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ. 

18 થી 21 સપ્ટેમ્બરનો વરસાદી ચાર્ટ, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ

કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરેઘી સહિતના ભાજપ પરિવાર દ્વારા ૭૩ મણ સુખડી બનાવાઈ હતી. આ સુખડી મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ, યદુનંદન ગૌશાળા સહિત જુદી જુદી ગૌશાળાઓમાં રાખવામાં આવેલ ગૌમાતાઓને આપવામાં આવી હતી. 

નર્મદા કાંઠાના વ્યાસ બેટમાં ફસાયેલા 17 લોકોને બચાવવા વાયુસેના મદદે આવી, બચાવી લેવાયા

ભાજપના આગેવાનો દ્વારા પોતાના હાથે ગૌમાતાને સુખડી જમાડવામાં આવી હતી અને દેશના વિકાસ માટે થઈને નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ વધુ લાંબા સમય સુધી મળતું રહે અને તેમનું દીર્ઘાયુ થાય તે માટે થઈને ગૌ માતાને અને ભગવાનને ભાજપના ધારાસભ્ય તથા આગેવાનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More