Home> Gujarat
Advertisement
Prev
Next

Morbi Live Video : હચમચાવી દેતો મોરબીની ઘટનાનો વધુ એક વીડિયો, જીવ બચાવવા લોકોએ નદીમાં તરફડિયા માર્યા

Morbi Bridge Collapse: મોરબીની ગોઝારી ઘટનાનો વધુ એક વીડિયો આવ્યો સામે... મચ્છુ નદીમાં જીવ બચાવવા લોકો માર રહ્યા છે તરફડિયા...
 

Morbi Live Video : હચમચાવી દેતો મોરબીની ઘટનાનો વધુ એક વીડિયો, જીવ બચાવવા લોકોએ નદીમાં તરફડિયા માર્યા

મોરબી :મોરબીની હોનારતને 48 કલાકથી વધુ સમય વીતી ગયો છે. હજી પણ મચ્છુ નદીમાં 135 લોકોની મરણચીસો ગુંજી રહી છે. મચ્છુ નદીમાં અનેક બાળકો સહિત 135 લોકોએ જળસમાધિ લીધી હતી. ત્યારે આ પળ હચમચાવી દે તેવી હતી. જે લોકો નદીમાં પડ્યા હતા તેઓ બચાવવા તરફડિયા મારી રહ્યા હતા, ત્યારે આ હચમચાવી દેતી ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જે અત્યંત દર્દનાક છે. 

fallbacks

મોરબીની ગોઝારી દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ઝૂલતો પુલ તૂટ્યાની ઘટના સમયનો આ વીડિયો છે, જે કિનારે ઉભેલી એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. હાલ આ વીડિયો વાયરલ થયો છે. જેમાં મચ્છુ નદીમાં જીવ બચાવવા લોકો કેવી રીતે તડફડિયા મારી રહ્યાં છે તે જોઈ શકાય છે. પુલ તૂટ્યા બાદ લોકો નદીમાં પટકાયા હતા. ત્યારે જીવ બચાવવા કેટલાક નદીમાં તરીને, તો કેટલાક બ્રિજના કેબલ પર લટકીને જીવ બચાવવા ચીસો પાડી હતી. બધા લોકો જીવ બચાવવા હવાતિયા મારી રહ્યા હતા, પરંતુ તેમને ખબર ન હતી કે તેમના હાથમાં આખરે મોત આવવાનુ હતુ. આ પ્રયાસો નકામા હતા. 

 એક તરફ ઢળતી સાંજ હતી, તો બીજી તરફ વાતાવરણમાં લોકોની ચીસો છવાઈ હતી. કિનારે ઉભેલા લોકોને સમજાતુ ન હતું કે આખરે શું થઈ રહ્યું. જોતજોતામાં 135 લોકોના જીવનનો સૂર્ય આથમ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More