Home> Gujarat
Advertisement
Prev
Next

મચ્છુ હોનારતમાં બચાવકાર્ય કરતી RSS ની ટીમનું નેતૃત્વ કરતા હતા નરેન્દ્ર મોદી, મોરબી અને મચ્છુ સાથે નોખો સંયોગ

Morbi bridge collapse: વર્ષો પહેલાં મચ્છુ હોનારતમાં હજારો લોકોના મોત થયા હતાં. તે સમયે નરેન્દ્ર મોદીએ બચાવકાર્યમાં ભજવી હતી ખુબ જ મહત્ત્વની ભૂમિકા. જાણો મોરબી-મચ્છુ અને મોદીના નોખા સંયોગની કહાની. 

મચ્છુ હોનારતમાં બચાવકાર્ય કરતી RSS ની ટીમનું નેતૃત્વ કરતા હતા નરેન્દ્ર મોદી, મોરબી અને મચ્છુ સાથે નોખો સંયોગ

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ મોરબીમાં આવેલી મચ્છુ નદી પરના ઝૂલતા પુલની હોનારતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રવિવારનો દિવસ મોરબી સહિત સમગ્ર ગુજરાત માટે ગોઝારો સાબિત થયો છે. અત્યાર સુધી આ ઘટનામાં 140થી વધારે લોકોના મોત થઈ ચૂક્યાં છે. હજુ ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આ હદ્રયદ્રાવક ઘટનાએ મચ્છુ ડેમ દુર્ધટનાની યાદ તાજી કરાવી છે. જોકે, ઘણાં ઓછા લોકોને ખબર હશે કે મચ્છુ ડેમ હોનારત વખતે હાલ જેઓ દેશના પ્રધાનમંત્રી છે તે નરેન્દ્ર મોદી તે સમયે રાષ્ટ્રિય સ્વંય સેવક સંઘના એક કાર્યકર તરીકે અહીં બચાવકાર્ય કરતા હતાં. મચ્છુ ડેમ હોનારત બાદ તુરંત તે સમયે આરએસએસની ટુકડીઓ અહીં બચાવકાર્યમાં જોતરાઈ ગઈ હતી. તે સમયે નરેન્દ્ર મોદી આ આરએસએસની બચાવકાર્ય કરતી ટુકડીનું નેતૃત્વ કરતા હતાં.

fallbacks

 

 

મચ્છુ ડેમ હોનારત 1979માં બની હતી. 11 ઓગષ્ટ 1979માં બનેલી ઘટનામાં અંદાજે 25 હજારથી વધુના મોત નિપજ્યા હતા. મચ્છુ ડેમ હોનારતએ ખરાબ હોનારત તરીકે ગીનીશ બુક ઓફ રેકોડર્સમાં સ્થાન મળ્યું હતું. આ હોનારત એટલી ભયાનક હતી કે,સમગ્ર વિશ્વમાં બનેલી સૌથી ખરાબ હોનારત તરીકે ગિનેસ બુક ઓફ રેકોડર્સમાં નોંધ લેવી પડી હતી. જો કે ઘટના બાદ જ ગુજરાતના સામાન્ય લોકોના હ્રદયમાં રાષ્ટ્રીય સ્વંય સેવકના કાર્યકરોની કામગીરીથી વાકેફ થયા હતા. કોઇ કલ્પના ન કરી શકે તેવી રીતે આર એસ એસની ટીમો મચ્છુ હોનારતમાં બચાવ કામગીરીમાં લાગ્યો હતો. 

ઘટના બાદ મૃત્યુદેહોની હારમાળા વચ્ચે આરએસએસનો કાર્યકર માત્ર સેવાની ભાવનાથી કામગીરી કરી. બહુ ઓછા લોકોને ખબર હશે કે, હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાચી ઓળખ પણ મચ્છુ ડેમ હોનારત બાદ સામે આવી હતી. મચ્છુ હોનારત બાદ બીજા કે ત્રીજા જ દિવસે આર એસ એસની પ્રથમ ટીમ મચ્છુ હોનારતમાં બચાવ કામગીરી માટે પહોચી હતી. જેનું નેતૃત્વ ખુદ નરેન્દ્ર મોદીને આરએસએસ દ્વારા સોંપવામાં આવ્યુ હતું. જેને સફળતાથી નિભાવી નરેન્દ્ર મોદીએ તે સમયે ગુજરાતમાં આરએસએસ ને નવી ઓળખ અપાવી હતી. મચ્છુ ડેમ હોનારતમાં જે રીતે નિસ્વાર્થ ભાવે લોકોની સેવામાં સંઘે ભૂમિકા ભજવી ત્યાર બાદ ગુજરાતીઓના હ્રદયમાં આર એસ એસએ સીધુ સ્થાન મેળવ્યુ. જે આજે પણ અંકબધ રહ્યુ છે.

કહેવાય છે કે,નરેન્દ્ર મોદીનો સેવા કાર્ય કરતો પ્રથમ ફોટો મચ્છુ ડેમની દુર્ધટના બાદ અખબારોમાં છપાયો હતો. મચ્છુ ડેમની હોનારત બાદ જ નરેન્દ્ર મોદી માટે આપત્તિને અવસરમાં બદલવાની શક્તિનો આર એસ એસ ને પણ પરિચય થયો.જો કે આજે મચ્છુ નદી પર ના ઝુલતાં પુલની હોનારત બની ત્યારે નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી છે અને તેઓ ગુજરાતની મુલાકાતે જ આવ્યા છે.આ ધટનાની જાણ થતાં જ પ્રધાનમંત્રીએ પોતાની સાથે કાર્યક્રમમાં હાજર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને તાકિદે મોરબી મોકલી,સમગ્ર સરકારને બચાવ કામગીરીમાં લગાવી દીધી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More