અમદાવાદ: મોરબીના પીપળિયા ગામમાં કાંતિલાલ મૂછડિયાએ હવે પલટી મારી દીધી છે. સમાધિ નહીં લેવા અંગેની પોલીસને બાંહેધરી આપી દીધી છે એવો પોલીસે દાવો કર્યો છે. તેમના કહેવા મુજબ કાંતિલાલે પોલીસને લેખિતમાં નિવેદન આપ્યું છે. આ બાજુ પરિવારજનો પણ કાંતિલાલને સમજાવવાનો પ્રયત્ન કરશે. કાંતિલાલ મૂછડિયા 28 નવેમ્બરે સમાધિ લેવાના હતા. મોરબી જીલ્લાના પીપળીયા ગામના કાંતિભાઇ નામના એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી દેતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તેઓ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થ હોવા છતાં પણ તેઓના એક પૂર્વજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાથી તેમણે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. સમાધિની તારીખ પણ નક્કી કરી હતી. તે દિવસે તેમણે સમાધિની મંજુરી આપવા માટે તંત્ર પાસે માંગણી કરી હતી.
મોરબીના રહેવાસી કાંતિભાઇ પૂર્વજોના આદેશ બાદ જીવતા સમાધિ લેવાના હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે વાઇરલ #zee24kalak pic.twitter.com/ahA8vI1keg
— Zee 24 Kalak (@Zee24Kalak) November 15, 2019
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કાંતિલાલ અરજણભાઇ મુછડિયા નામના વ્યક્તિ મોરબીનાં પીપળીયા ગામે રહે છે. તેઓ પોતાનાં પૂર્વ નોંધાનંદ દાદાના ખુબ જ મોટા ભક્ત હોવાનો દાવો કરી રહ્યા છે. 450 વર્ષ અગાઉ તેના પુર્વ થઇ ગયેલા નોઘાનંદ દાદા ખુબ જ ચમત્કારીક વ્યક્તિત્વ છે. હાલ પણ તેમની સમાધીની માનતા રાખવાતી કેન્સર અને ટીબી જેવા અસાધ્ય રોગો પણ મટી જતા હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે. આ નવઘણદાદાની સમાધી જામ દુધઇમાં (જોડીયા તાલુકો) આવેલી છે.
જુઓ LIVE TV
આ નોધણદાદા દ્વારા સમાધિનો આદેશ અપાયો હોવાનાં કારણે તેઓ સમાધિ લઇ રહ્યા છે. કાંતિભાઇના પત્ની અગાઉ અસાધ્ય રોગોના કારણે મૃત્યુ પામી ચુક્યા છે. તેમના બે બાળકો પણ મોટા થઇ ચુક્યા છે. નોઘાણંદ દાદા નામના તેમના પુર્વજે તેમને કુતરુ કરડાવીને પહેલા સંકેત આપ્યો અને ત્યાર બાદ સપનામાં આવીને સમાધી લેવાનો આદેશ આપ્યો છે. જેથી તેઓ 28મી તારીખે સમાધી લેવાની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે