Home> Gujarat
Advertisement
Prev
Next

ચોંકાવનારી ઘટના; મોરબીમાં પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ, રિક્ષામાં યુવક-યુવતી ભૂલ્યા ભાન

Morbi Girl Harassment Video viral: મોરબીમાં રિક્ષા ચાલક દ્વારા અશ્લીલ હરકત કરતો વીડિયો થયો વાયરલ થયો છે. સરદારબાગ જેવા વિસ્તારમાં પાર્ક કરેલી રિક્ષામાં અશ્લીલ હરકત કરતા ચાલક અને યુવતી ભાન ભૂલ્યા... 

ચોંકાવનારી ઘટના; મોરબીમાં પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ, રિક્ષામાં યુવક-યુવતી ભૂલ્યા ભાન

Morbi Girl Harassment Video viral, ઝી બ્યુરો/મોરબી: આજકાલ દરેક લોકોને સોશિયલ મીડિયામાં ફેમસ થવાના અભરખા લાગી રહ્યા છે, ત્યારે મોરબી એક સનસનીખેજ વીડિયોએા ખળભળાટ મચાવી દીધો છે. મોરબી શહેરમાં રિક્ષા ચાલક દ્વારા અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ પાસે રીક્ષા ચાલકની અશ્લીલ હરકતો વિડિયોમાં કેદ થઈ છે. જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં છોકરી સાથે અશ્લીલ હરકતો કરતા શખ્સો કેમેરામાં કેદ થયા છે. પોલીસ રિક્ષાચાલકને કાયદાના પાઠ ભણાવશે કે કેમ એક મોટો સવાલ ઉભો છે.

fallbacks

વાયરલ વીડિયોમાં શું છે?
મોરબી શહેરમાં રીક્ષામાં અશ્લિલ હરકતનો વિડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, રિક્ષામાં એક છોકરો અન્ય છોકરી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે. આ વીડિયો સરદારબાગનો છે. સરદારબાગની સામે જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં એક છોકરો છોકરી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે, તે સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. મોરબી પોલીસનો કેટલો ડર છે તે આ વીડિયો પરથી સાબિત થઇ શકે છે.

સંસ્કારોનું લોકો ખુલ્લેઆમ વસ્ત્રાહરણ
પાર્ક કરેલી રિક્ષામાં અશ્લીલ હરકત કરતા ચાલક અને યુવતી ભાન ભૂલ્યા હતા. આ સાથે જ વાયરલ થયેલો આ વીડિયો મોરબી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યો છે. લોકો કહી રહ્યાં છે કે મોરબીમાં હવે પોલીસનો કોઇને કોઇ ડર નથી, અને સંસ્કારોનું લોકો ખુલ્લેઆમ વસ્ત્રાહરણ કરી રહ્યાં છે. હવે સવાલ એ થાય છે કે, આ વીડિયોના અનુસંધાનમાં પોલીસ રિક્ષાચાલકને કાયદાના પાઠ ભણાવશે કે કેમ ? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More